ઓક્સિમીટરમાં 85થી ઓછું ઓક્સિજન આવે તો લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા તથા હોસ્પિટલમાં બેડ શોધવા લાગે છે...

  • May 11, 2021 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાઈનીઝ ઓક્સિમીટરના ખોટા રીડિંગથી લોકો ગભરાયા, કોરોના ટેસ્ટ માટે દોડે છે
સસ્તાં ચાઇનીઝ ઓક્સિમીટર ઓક્જિનની માત્રાની સાચી માહિતી નથી આપતાકોરોના વાયરસની આ મહામારીમાં ઓક્સિમીટરની માગ વધી છે ત્યારે બજારમાં તેની અછત સર્જાઈ છે અને કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. કારણકે આ ડિવાઈસની મદદથી દર્દીની નસ અને બ્લડમાં ઓક્સિજન લેવલ કેટલું હોય છે તે વિશે જાણી શકાય છે. પલ્સ ઓક્સિમીટરના ડિજિટલ ડિસ્પ્લેમાં તેના રીડિંગ જોઈ શકાય છે. ત્યારે બજારમાં મળતા ચાઈનીઝ પલ્સ ઓક્સિમીટર જ્યારે ઓક્સિજન લેવલ ઓછું બતાવે છે ત્યારે લોકો ગભરાઈ જાય છે. ઓક્સિજન લેવલ ઓછું હોવાનું જાણવા મળતા જ કેટલાંક લોકો પોતે કોરોના પોઝિટિવ હોવાનું સમજીને હોસ્પિટલમાં બેડ શોધવા લાગે છે.

 


હાલ એવી સ્થિતિ છે કે સસ્તા ઓક્સિમીટરના કારણે લોકો દોડતા થઈ ગયા છે. કારણકે, સ્ટાન્ડર્ડ કંપ્નીઓના ઓક્સિમીટર શરીરમાં ઓક્સિજનની કેટલી માત્રા છે તેની યોગ્ય માહિતી આપે છે પરંતુ, કેટલાંક સસ્તાં ચાઇનીઝ ઓક્સિમીટર ઓક્જિનની માત્રાની સાચી માહિતી નહીં આપતાં તેના ભરોસે બેઠેલા લોકો પરેશાન થઈ રહ્યાં છે. આપણા દેશમાં ઓક્સિમીટરની બહારથી આયાત થાય છે. ભારતમાં હજુ સુધી ઓક્સિમીટરનું ઉત્પાદન નહીં થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

 


કોરોનાની આ બીજી લહેરમાં ઓક્સિમીટરની માગમાં ભારે વધારો થયો છે. ત્યારે આ કપરા સમયનો ફાયદો ઉઠાવતા કેટલાંક મેડિકલ સ્ટોર, ઓક્સિમીટરની અછત હોવાની વાત કરતા વધારે કિંમતે ઓક્સિમીટરનું વેચાણ કરી રહ્યા છે. જે ઓક્સિમીટર પહેલા 500થી 800 રૂપિયે મળતા હતા તે આજે 2000 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

 


એક સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ મુજબ, ચાઈનીઝ ઓક્સિમીટરથી એવી સ્થિતિ ઊભી થઇ છે કે કોઈ વ્યક્તિનું ઓક્સિજન લેવલ 90થી ઉપર હોય તો પણ તેમાં ચેક કરતા 85કે તેનાથી ઓછું બતાવે છે. જેના કારણે લોકો ગભરાઈ જાય છે. કેટલાંક લોકો તો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા દોડે છે જ્યારે કેટલાંક લોકો 108ને ફોન કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS