મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ઘણા ક્રિકેટરોને મળ્યો નવો આયામ : બ્રાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટનું એ નામ છે કે જે સારા ક્રિકેટરની સાથે-સાથે એક સારા વ્યક્તિ તરીકે પણ ઓળખાય છે, તેના વાસ્તવિક જીવન પર બોલિવૂડમાં ફિલ્મ પણ બની ગઈ છે. જેમાં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડેન બ્રાવોએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન  એમ.એસ.ધોનીની ખુબ જ પ્રશંસા કરી છે. તેનું માનવું છે કે કોઇ ખેલાડી ચેન્નઇ સુપરકિંગ્સ જોઈન કરે છે તો ધોનીની આગેવાનીમાં તેના કેરી અને નવી જિંદગી મળી જાય છે.


આ સાથે બ્રાવોએ પોતાનું શેન વોટ્સન અને અંબાતી રાયડનું ઉદાહરણ આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે એમ.એસ.ધોનીની આગેવાની વાળી ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપરકિંગ્સ સાથે બ્રાવો 2011માં જોડાયો હતો.


બ્રાવો એ એક લાઈવ ચેટ દરમિયાન જણાવ્યું છે કે ચેન્નઇ સુપરકિંગ્સના ડ્રેસિંગરૂમમાં ઘણા શાનદાર કેપ્ટન રહ્યા છે. ફાફ ડુ પ્લેસીસ, બ્રેન્ડન મેક્કુલમ, માઇક હસી અને હું પોતે. અમે બધા અમારી ટીમના કેપ્ટન રહ્યા છીએ.


પરંતુ જ્યારે કોઈ ટીમમાં આવે છે તેને ધોની કહે છે કે તમે અહીં છો તે યોગ્ય છે અને કોઈને સાબિત કરવાની જરૂર નથી, તમે તમારી નેચરલ ગેમ રમો. એટલું જ નહીં તેણે ધોનીને ક્રિકેટરોને મસીહા પણ ગણાવ્યો છે. તેણે જણાવ્યું કે કોઇ ખેલાડી ચેન્નઇ સુપરકિંગ્સમા આવે છે તો તેના કેરિયરમાં નવો નિખાર આવી જાય છે. તેના કેરિયરને નવો આયામ મળે છે.


થોડા વર્ષો પહેલા તેનણે શેન વોટ્સનને જોયો હતો અને મુંબઇ ઇન્ડિયન્સ આવેલા રાયને પણ જોયો હતો. આ બધાનું કેરિયર કઈ રીતે નવા મુકામ સુધી પહોંચ્યું તેનુ ઉદાહરણ આપતાં ચેન્નઈ ટીમના મુખ્ય ખેલાડી બ્રાવોએ જણાવ્યું હતું કે એમ એસ ધોની ક્યારેક કોઈ પર પ્રેશર બનાવતો નથી. ક્રિકેટની બહારથી અલગ દેખાય છે.પરંતુ જ્યારે તે ટીમ સાથે જોડાય તો ખેલાડીઓ માટે તેનો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે.


મહેન્દ્રસિંહ ધોની એવો માહોલ તૈયાર કરે છે કે બધા પોતાનું સારું પ્રદર્શન કરવા લાગે છે એ મહત્વનું એ છે કે હાલ કોરોનાવાયરસને લઈને આઇપીએલ ટુર્નામેન્ટ અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરી દેવામાં આવી છે, ત્યારે ભવિષ્યમાં રમાડવામાં આવશે ત્યારે જ ખેલાડીઓને ધોનીના નેતૃત્વમાં લાભ મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS