પ્રેમ એક એવો અહેસાસ છે જેમાં લોકો તમામ બંધન તોડી નાખે છે. જ્યારે કોઈ પ્રેમમાં પડે છે ત્યારે તે સાચું-ખોટું બધું જ ભૂલી જાય છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે પ્રેમ આંધળો હોય છે પરંતુ હવે તેનો પુરાવો પણ જોવા મળે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં એક ૧૦૩ વર્ષના કાકાએ લગ્ન કર્યા પછી તેની દુલ્હનને ટેમ્પોમાં લઈ જતા જોવા મળ્યા હતા. આ વીડિયોએ સૌના હોશ ઉડાવી દીધા છે.
આ વિડિયો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનો જણાવવામાં આવી રહ્યો છે. આજના સમયમાં યુવાનો એક વખત પોતાની કારકિર્દી બનાવે છે અને પછી ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરે સરળતાથી લગ્ન કરી લે છે. પરંતુ અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તેણે એકસો ત્રણ વર્ષની ઉંમરે લગ્ન કર્યા, તે પણ ત્રીજી વખત. જ્યારે વ્યક્તિને તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે નિર્દોષતાથી કહ્યું કે તે એકલતા અનુભવી રહ્યો છે.
તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિનું નામ હબીદ નઝર છે. તેણે ૪૯ વર્ષની મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા છે. આ વૃદ્ધ પોતાની નવપરિણીત દુલ્હનને ટેમ્પોમાં લઈને જતા જોવા મળ્યા હતા. લોકો તે વ્યક્તિને તેના લગ્ન માટે શુભકામનાઓ આપતા જોવા મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech