માસિક દરમિયાન થતી પીડાના આ કારણો હોય છે, જાણો ઉપાય 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

માસિકની સમસ્યા યુવતિઓ અને મહિલાઓના જીવનનો એક ભાગ છે. આ સમય દરમિયાન પેટ અને કમરના નીચેના ભાગમાં દર્દ થવાની સમસ્યા એ સામાન્ય ગણી શકાય. 

 

પરંતુ દરેક વખતે માસિક ધર્મ દરમિયાન એક સમાંતર હોતું નથી ક્યારેક આ દર્દ ખૂબ જ વધારે હોય છે તો ક્યારેક ખૂબ જ ઓછું હોય છે. જે સ્ત્રીઓને માસિક દરમિયાન વધારે દર્દ નો અનુભવ થાય છે તેમના માટે આ દિવસો ખૂબ જ અઘરા થઈ પડે છે.

 

આ સમય દરમિયાન માત્ર પેટમાં જ નહીં પરંતુ સાથળ, પગ અને કમરમાં પણ દર્દ થવા લાગે છે, કોઇપણ મહિલાને માસિક ધર્મ દરમિયાન કેટલું થશે તેની શારીરિક, માનસિક અને સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે. 

 

માસિક ધર્મમાં ખૂબ જ વધારે દર્દ થવા પાછળ ઘણી બધી બીમારીઓ કે વિકાર પણ કારણભૂત હોય છે જોકે આ દશા માટે થાય છે, તેનું કારણ શું છે સાથે સાથે આ દર્દને ઓછું કરવા માટે ઘર પર કોઈપણ પ્રકારની આડઅસર વિના કઇ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે તે વિશે અહીં જાણીએ.

 

ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ, ઇન્ફ્લેમેટરી ડિસીઝ કે પછી એન્ડોમેટ્રીઅલ જેવી કોઈ બીમારી હોય તો વધારે દર્દનો અનુભવ થાય છે તેમ જ સેકન્ડરી ડીશમેનોરીયા કહેવામાં આવે છે. 

 

આ દુઃખાવો પિરિયડ શરૂ થતા પહેલા એક અઠવાડિયાથી શરૂ થાય છે, અને ક્યારેક કબજીયાતની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે.

 

મહિલાઓના શરીરમાં બનનાર પ્રોસ્ટેગલેડીન રસાયણ માસિક ધર્મમાં થનારી સમસ્યાઓનું કારણ છે, જે ગર્ભાશયની માસપેશીઓના સંકોચનને વધારે છે. જે મહિલાઓમાં તેનું વધારે પ્રમાણ હોય છે તેનો સંકોચન વધારો થવાના કારણે પીરિયડ્સ દરમિયાન દુઃખાવો વધારે થતો હોય છે, અથવા આ સિવાય પણ ઘણા બધા કારણો છે જેના કારણે મહિલાઓને દર્દનો અનુભવ થતો હોય છે.

 

એન્ડોમેટ્રીઓસીસ ગર્ભાશયની બહાર ઉતક હોવું , ફાઈબ્રોઈડ અને એડીનોમાયોસીસ- ગર્ભાશયની અંદર જ વિકાર થવો, પ્રજનન અંગોમાં સંક્રમણ, એકટોપિક પ્રેગનેન્સી- જેમાં ગર્ભાશય ની જગ્યાએ બાળકનું ફેલોપિયન ટ્યૂબમાં આવી જાય છે, આઇયુડી- જે ગર્ભ નિરોધક ઉપકરણ છે, અંડાશય માં શિસ્ટ કે ગાંઠનું હોવું, સંકુચિત ગર્ભાશય ગ્રીવા વગેરે કારણો હોઈ શકે છે.

 

જો તમારા માસિક દરમિયાન ઈંડા ન બને તો સામાન્ય રીતે દર્દ થતું નથી, પરંતુ જો થઈ રહ્યું છે તો તેનો મતલબ એ છે કે અંડાશયમાં ઈંડા બની અને નીકળી રહ્યા છે.

 

સામાન્ય રીતે ગર્ભાવસ્થા બાદ માસિકમાં દર્દમાં ઘટાડો થતો હોય છે.

 

જો તમારી ખાવા પીવાની આદત બરોબર ન હોય તો માસિક દરમિયાન દુખાવો વધારે થઈ શકે છે.

 

આ સિવાય તમે નિયમિત રૂપે વ્યાયામ ન કરો ત્યારે પણ વધારે દર્દ થતું હોય છે.

 

આ તમામ પ્રકારની સમસ્યાઓથઈ નીપટવા માટે કેટલાક ઉપાયો અહીં સમજાવવામાં આવ્યા છે, જેમ કે ગરમ પાણીની કોથળી કે હીટિંગ પેડનો ઉપયોગ કરવો, પેપરમિન્ટ કેલેન્ડર ઓઈલ વડે માલિશ કરવું, હર્બલ ચા પીવી આ ઉપરાંત ધૂમ્રપાન ક્યારેય ન કરવું જોઈએ નિયમિત રૂપે ઉપયોગ કરવો જોઈએ અને વધારે માત્રામાં પાણી કે જ્યૂસનું સેવન કરવાથી આ અવસ્થામાં દુખાવાની સમસ્યાથી બચી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS