વિદેશ જવા ઇચ્છતા વિધાર્થીઓના વેકિસનેશન અંગે અવઢવ: ગાઇડલાઇનની રાહ જોતી મનપા

  • June 03, 2021 08:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુનિ. આરોગ્ય કેન્દ્રો ઉપર દરરોજ ૧૫થી ૨૦ પરિવારો દ્રારા પૂછપરછ એપ્લિકેશન ફોર્મની ડિઝાઇન ફાઇનલ, ઓનલાઇન એનરોલમેન્ટ કરાવવાનું રહેશે

 

તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલી જાહેરાત અનુસાર રાજકોટ સહિત રાયભરમાંથી વિદેશ જવા ઇચ્છતા વિધાર્થીઓને વેકિસનેશનમાં ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે. આ અંગે હુકમ કરી દેવામાં આવ્યો છે પરંતુ કઇ રીતે વેકિસનેશન કરવાનું તે અંગેનો કોઇ પરિપત્ર કે ગાઇડલાઇન રાજકોટ મહાપાલિકા તંત્રને મળ્યો નથી જેથી મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ વિદેશ જવા ઇચ્છતા વિધાર્થીઓ વેકિસનેશન પ્રોગ્રામ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ સાહના પ્રારંભે મુખ્યમંત્રીએ આ અંગેનો નિર્ણય જાહેર કર્યેા ત્યારથી લઇને હાલ સુધીમાં દરરોજ ૧૫થી ૨૦ પરિવારોમાંથી પુછપરછ આવી રહી છે. વિદેશ જવા ઇચ્છતા વિધાર્થીઓને વેકિસન આપવાનું કયારે શરૂ કરાશે તે અંગે આરોગ્ય કેન્દ્રોમાં પણ સતત પુછપરછ થઇ રહી છે. જોકે સરકાર તરફથી મહાપાલિકા તંત્રને આજે બપોર સુધીની સ્થિતિએ કોઇ પરિપત્ર કે ગાઇડલાઇન મળ્યા ન હોય કઇ રીતે વેકિસનેશન શરૂ કરવું તે અંગે ભારે અવઢવ પ્રવર્તિ રહી છે.

 


વેકિસનેશન પ્રોગ્રામની કામગીરી કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિપત્ર અને ગાઇડલાઇન ટૂંક સમયમાં આવી જશે તેવી આશા સાથે આજે આ માટેના એપ્લિકેશન ફોર્મની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે. વિદેશ જવા ઇચ્છતા વિધાર્થીઓએ વેકિસનેશન માટે ઓનલાઇન એનરોલમેન્ટ કરાવવાનું રહેશે અને તેમને સટિર્ફિકેટ પણ ઓનલાઇન મળશે. વિદેશ જવા ઇચ્છતા વિધાર્થીઓને વેકિસનેશન કરવા મામલે અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે જેમાં (૧) પ્રથમ ડોઝ અપાય ત્યારથી બીજા ડોઝનું અંતર કેટલા દિવસનું રાખવું ? (૨) વેકિસનનો પ્રથમ ડોઝ લીધા બાદ તુરતં જ વિદેશ જવાનું હોય તેવા વિધાર્થીઓના બીજા ડોઝ માટે શું વ્યવસ્થા કરવાની (૩) વિદેશ જતાં વિધાર્થીઓને કોવેકિસન આપવાની કે કોવિશિલ્ડ આપવાની (૪) રજીસ્ટ્રેશન ઓનલાઇન કર્યા બાદ સટિર્ફિકેટ કઇ રીતે આપવાનું, અન્ય નાગરિકોને અપાય છે તેવું જ સટિર્ફિકેટ કે કોઇ વિશેષ પ્રકારની માહિતી સાથેનું સટિર્ફિકેટ આપવાનું? આ તમામ બાબતોની હજુ સુધી કોઇ સ્પષ્ટ્રતા થઇ નથી. આથી ભારે મુંઝવણભરી સ્થિતિનું નિર્માણ થયું છે.

 


મહાપાલિકામાં દરરોજ સાંજે મ્યુનિ.કમિશનરના અધ્યક્ષસ્થાને મળતી રીવ્યુ મિટીંગમાં તેમજ વીડિયો કોન્ફરન્સમાં આ મુદે ચર્ચા થઇ હતી પરંતુ હવે સત્તાવાર પરિપત્રની નકલ અને ગાઇડલાઇન મળે ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે. ઉપરોકત મુદ્દાઓની જરૂરી સ્પષ્ટ્રતાઓ થઇ ગયા બાદ ફકત સ્થાનિક વ્યવસ્થા નિર્માણ કરવાની રહે છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર સહિતના મહાનગરોમાં મુખ્યમંત્રીના આદેશ બાદ શું વ્યવસ્થા નિર્માણ કરાઇ છે તે અંગેની માહિતી એકત્રિત કરવાનું પણ શરૂ કરાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS