ઉના કોટક મહિન્દ્રા બેન્કના રિકવરી એજન્ટે ૬.૧૦ લાખનં ફૂલેકું ફેરવ્યું

  • March 10, 2021 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના અને ગીરગઢડા પંથકમાં કોટક મહિન્દ્રા કાું.ની બેન્ક આવેલ લોનના હપ્તા ડાયરેક રિકવરી એજન્ટે ૧૨ ગામોમાંથી લોનદારકો પાસેથી હપ્તા ઉઘરાવી રૂ.૬ લાખ ૯ હજાર ૧૨૦ બેન્કમાં જમા ન કરાવી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ઉના પોલીસમાં કોટક મહિન્દ્રા બેન્કની જૂનાગઢ બ્રાંચનાં મેનેજરે ફરિયાદ નોંધાવી હતી.


ઉના પોલીસમાં મુળ વેરાવળ તાલુકાનાં ભેટાળી ગામમાં હાલ જૂનાગઢ રહેતા કોટક મહિન્દ્રા કાું. નામની બેન્કમાં જૂનાગઢ બ્રાંચના મેનેજર રવેશભાઈ ગીગાભાઈ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની બ્રાન્ચે નિમણૂક કરેલ ડાયરેક રીકવરી એજન્ટ (પીઆરએ) મનનસિંહ બાબુભાઈ ચૌહાણ રે.અંજાર તા.ઉનાએ ગત તા.૬-૨-૨૧થી તા.૧૪-૨-૨૧ સુધીમાં ઉના તાલુકાના સીમર, નાંદુર તથા ગીરગઢડા તાલુકાના ધોકડવા, દ્રોણ, વડલી, રસુલપરા, સણોસરી, નાના સમઢિયાળા, પડાપાદર વિગેરે ગામોમાં લોન આપેલ ગ્રાહકો પાસેથી લોનનાં હપ્તા રોકડા ઉઘરાવી ગત તા.૬-૨-૨૧થી ૧૪-૨-૨૧ સુધીનાં રૂપિયા ૬ લાખ ૯ હજાર ૧૨૦ બેન્કમાં જમા ન કરાવતા મેનેજરે રૂપિયાની ઉઘરાણી કરતા આરોપી મનનસિંહએ ‚પિયા આપવાનો ઈન્કાર કરી તે ઉઘરાણી કરશે. પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ તથા વિવિધ કલમો લગાડી આ બનાવની તપાસ પીએસઆઈ જે.વી.ચુડાસમા કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS