ઉમિયાધામ-સિદસર દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં ૧૧ લાખનું યોગદાન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કડવા પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર-સિદસર ધામ અનેક સામાજિક-સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે. પ્રવર્તમાન સમયે કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકારને મદદ‚પ થવા માટે ઉમિયાધામ-સિદસર દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૧૧ લાખનું યોગદાન જાહેર કરવામાં આવ્યું છે.
દુનિયાભરમાં કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનો માટે ઉતમ કામગીરી થઈ રહી છે. ત્યારે કોરોનાની આ પરિસ્થિતિમાં મદદરૂપ થવાના અશય સાથે ઉમિયા માતાજી મંદિર-સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, ચેરમેન મૌલેશ ઉકાણી અને મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૧૧ લાખનો સહયોગ આપ્યોછે. તદઉપરાંત આ પરિસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ફુડ પેકેટ સહિતની અનેક પ્રવૃતિઓમાં સહયોગ આપવા તત્પર હોવાનું જણાવ્યું છે.આ ઉપરાંત સિદસર ખાતે આવેલા ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિજાપુર વિદ્યાલયના વિશાળ કેમ્પસનો જરૂર પડયે ઉપયોગ કરવા ટ્રસ્ટના પ્રમુખ ચીમનભાઈ સાપરિયાએ સરકારને જણાવ્યું છે.સૌરાષ્ટ્રના શહેર, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ફેલાયેલા ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્યો કોરોનાની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મદદરૂપ થવા તત્પર રહેશે તેમ ઉમિયા માતાજી મંદિર-સિદસરના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS