G20 સમિટમાં જારી કરાયેલા મેનિફેસ્ટો પર યુક્રેને ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'આમા ગર્વ કરવા જેવું કંઈ નથી'

  • September 10, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

29 દેશોના વડાઓ ભારતના મહેમાન બન્યા છે, G20 સમીટના કારણે વિશ્વભરની નજર ભારત પર છે. આજે સમિટનો બીજો દિવસ છે. આજે ભારત બ્રાઝિલને આગામી સમિટની અધ્યક્ષતા સોંપશે. 

ગતરોજ G20 સમિટ દરમિયાન નેતાઓનું સંયુક્ત ઘોષણાપત્ર પણ બહાર પાડવામાં આવ્યું હતું. યુક્રેને  આ અંગે પોતાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે સંયુક્ત ઘોષણાપત્રમાં ગર્વ કરવા જેવું કંઈ નથી.

યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓલેગ નિકોલેન્કોએ G20 મેનિફેસ્ટોની ટીકા કરી અને કહ્યું કે તેમાં રશિયાનો ઉલ્લેખ નથી. તેણે X  પર G20 મેનિફેસ્ટોના એક વિભાગનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો, જેમાં મેનિફેસ્ટોના કેટલાક ભાગો લાલ રંગમાં લખેલા અને શબ્દોમાં સુધારો કર્યો.

યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓલેગ નિકોલેન્કોએ યુક્રેન યુદ્ધના સંદર્ભમાં લખેલા વાક્યોને સુધારીને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે તેમનો દેશ રશિયન આક્રમણનો શિકાર છે. નિકોલેન્કોએ ફેસબુક પર લખ્યું, "તે સ્પષ્ટ છે કે યુક્રેનિયન પક્ષની ભાગીદારી (G20 મીટિંગમાં) સહભાગીઓને પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે."

તેમની નિરાશા હોવા છતાં, નિકોલાયેન્કોએ યુક્રેનના સહયોગીઓનો દેશની પરિસ્થિતિને આગળ વધારવામાં તેમના યોગદાન માટે આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે યુક્રેન એ ભાગીદારોનો આભારી છે જેમણે પત્રમાં મજબૂત ફોર્મ્યુલેશનનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો.

રશિયા-યુક્રેન સંઘર્ષ સંબંધિત પડકારો હોવા છતાં, G20 નેતાઓએ શનિવારે વૈશ્વિક સમિટના પ્રથમ દિવસે સંયુક્ત ઘોષણા અપનાવી. આ મેનિફેસ્ટોને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "મને એક સારા સમાચાર મળ્યા છે. અમારી ટીમની મહેનતને કારણે નવી દિલ્હી G20 લીડર્સ સમિટ ડિક્લેરેશન પર સર્વસંમતિ સધાઈ છે. મારો પ્રસ્તાવ આ નેતૃત્વને અપનાવવાનો છે. હું આ મેનિફેસ્ટોને અપનાવવાની જાહેરાત કરું છું."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application