UIDAIએ લોન્ચ કયુ mAadhaar Appનું નવું વર્જન, ઘરે બેઠા મેળવો આ ૩૫થી વધુ સર્વિસનો લાભ

  • June 09, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જરી ડોકયુમેન્ટ થઈ ગયું છે. હવે તમે લગભગ તમામ સરકારી યોજનાઓનો લાભ આધાર કાર્ડ વગર નથી લઈ શકતા. હવે ગ્રાહકોની સુવિધા માટે યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ એમઆધાર એપનું નવું વર્જન લોન્ચ કરી દીધું છે. તેની જાણકારી UIDAIએ ટીટ કરીને આપી છે. આ એપને પોતાના સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકાય છે અને આધાર કાર્ડ સાથે જોડાયેલી ૩૫ સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો.

 


UIDAI એ પોતાના ટીટમાં જણાવ્યું કે હવે નવી અને અપડેટ કરવામાં આવેલી સુવિધાઓ અને સેવાઓનો લાભ લેવા માટે mAadhaarએપનું નવું વર્જન ડાઉનલોડ કરો. બીજી તરફ UIDAIનું કહેવું છે કે તમે પહેલાથી ઇન્સ્ટોલ કરવામાં આવેલા કોઈ પણ વર્જનને અનઇન્સ્ટોલ કરી દો. UIDAIના જણાવ્યા મુજબ, નવા વર્જન પર આધાર કાર્ડધારક ૩૫થી વધુ સેવાઓનો ફાયદો ઉઠાવી શકે છે.

 


અપડેટ વર્જન એપમાં આધારને ડાઉનલોડ કરવું, ઓફલાઇન ઇ–કેવાયસી ડાઉનલોડ, કયૂઆર કોડ દર્શાવવો કે સ્કેન કરવો, રિ–પ્રિન્ટ માટે ઓર્ડર આપવો, એડ્રેસ અપડેટ, આધારનું વેરિફિકેશન, મેઇલ અને ઇમેલનું વેરિફિકેશન, યૂઆઇડી કે ઇઆઇડી પ્રા કરવું અને એડ્રેસ વેલિડેશન લેટર માટે રિકવેસ્ટ મોકલવી જેવી સર્વિસિસ સામેલ છે.
આ સેવાનો લાભ લેવા માટે આપના ફોન પર  mAadhaar Appને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તમે આ સર્વિસિસનો લાભ લઈ શકો છો. નોંધનીય છે કે  Android અને iOS બંનેમાં આ મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકાય છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application