મહારાષ્ટ્ર: વરસાદે મચાવેલી તબાહી પર ઉદ્ધવ સરકારે જાહેર કર્યું એટલા કરોડનું રાહત પેકેજ 

  • August 03, 2021 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

3 ઓગસ્ટે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરની કેબિનેટે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે 11,500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 210 થી વધુ લોકોના મોત થયા છે. 

 

રાહત પેકેજ પર કેબિનેટનો નિર્ણય

 

ઉદ્ધવ સરકારની કેબિનેટે 3 ઓગસ્ટના રોજ પોતાની બેઠકમાં નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર પૂરથી અસરગ્રસ્ત દરેક પરિવારને 10 હજારની આર્થિક સહાય આપશે. આ રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. પૂરમાં તૂટેલા મકાનોના સમારકામ માટે પરિવારને 15 હજારથી 1.5 લાખ સુધીનું વળતર આપવામાં આવશે.

 

રાજ્ય સરકાર પૂરથી અસરગ્રસ્ત દરેક દુકાનદારને 50 હજારની સહાય આપી. મંત્રીમંડળે બેઠકમાં નિર્ણય કર્યો કે, ગ્રામીણ રસ્તાઓ, પુલો, શાળાઓ અને અન્ય સરકારી માળખાકીય સુવિધાઓના સમારકામ માટે આશરે 2500 કરોડ ખર્ચવામાં આવશે.

 

પૂરમાં જીવ ગુમાવનારાઓના પરિવારને કુલ 9 લાખનું વળતર આપવામાં આવશે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી 4 લાખ, કેન્દ્રમાંથી  2 લાખ, મુખ્યમંત્રી કાર્યાલયમાંથી 1 લાખ અને ખેડૂતોને 2 લાખ રાજ્ય યોજનામાંથી આપવામાં આવશે. 

 

પૂરનો કાયમી ઉકેલ જરૂરી: CM ઉદ્ધવ ઠાકરે

 

ગયા મહિને ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ગંભીર પૂરની સ્થિતિને પગલે, સીએમ ઠાકરેએ 2 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે, 'રાજ્યમાં અવિરત પૂરની સ્થિતિનો કાયમી ઉકેલ કાઢવો જરૂરી છે.' 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS