UAEમાં નોકરી કરતાં ભારતીયોની વધી ચિંતા, ભારતની ફ્લાઈટ પર 30 જૂન સુધી રોક

  • June 02, 2021 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંયુક્ત અરબ અમીરાતના દેશમાં કામ કરતાં અને હાલ ભારતમાં હોય તેવા ભારતીયોને ઝટકો આપ્યો છે. યૂએઈ વાયુસેવા એમિરેટ્સએ દક્ષિણ એશિયાઈ દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ભારતથી આવતી ફ્લાઈ્ટને 30 જૂન સુધી સ્થગિત કરવાની ઘોષણા કરી છે. દુબઈ સ્થિત એરલાઈને 24 એપ્રિલે ભારતમાં ફેલાયેલી બીજી લહેરને ધ્યાને લઈ ફ્લાઈટ રદ્દ કરી હતી. 

 

ગત સપ્તાહમાં ઘોષણા કરવામાં આવી હતી કે 14 જૂન સુધી નિયમ લાગૂ રહેશે પરંતુ ત્યારબાદ હવે 30 જૂન સુધી ફ્લાઈટ્સ પર રોક લંબાવી દેવામાં આવી છે. એરલાઈને સત્તાવાર રીતે જણાવ્યું છે કે. છેલ્લા 14 દિવસ દરમિયાન ભારત થઈને પસાર થતા યાત્રીઓને પણ કોઈપણ અન્ય જગ્યાએથી પણ સંયુક્ત અરબ અમીરાતમાં યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. 

 

આ નિયમમાંથી યૂએઈના નાગરિક, યૂએઈ ગોલ્ડન વીઝા ધારક અને રાજનૈતિક મિશનના સભ્ય જે કોવિડના પ્રોટોકોલનું પાલન કરે છે તેમને યાત્રા કરવાની છૂટ આપવામાં આવશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021