ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો બે દિવસમાં બે નિર્ણય પર યુ ટર્ન: સ્કૂલ લિવીંગમાં હવે માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં લખાશે

  • June 10, 2021 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માસ પ્રમોશન શબ્દ લખવાના નિર્ણયનો વિરોધ થતાં નિર્ણય બદલાયોગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા બે દિવસમા પોતાના બે નિર્ણયો પરત લેવાની ફરજ પડી છે. અગાઉ ધોરણ ૧૦ના પરિણામ તૈયાર કરવા માટે વિવિધ આધારોની ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેમાં પણ વિરોધ થયા બાદ નિર્ણય પરત લીધો હતો. ત્યારબાદ હવે માસ પ્રમોશનના બદલે સ્કૂલ લિવિંગ સટિર્ફિકેટમાં માધ્યમિક શિક્ષણ પુર્ણ થતા એવુ લખવાનું નિર્ણય કરાયો છે.

 


 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ના સ્કૂલ લિવિંગ સટિર્ફિકેટમાં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય પરત ખેંચ્યો છે. તેથી હવે ધોરણ ૧૦ના વિધાર્થીઓના સ્કૂલ લિવિંગ સટિર્ફિકેટમાં  માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં  તેમ લખવામાં આવશે. માસ પ્રમોશનથી પાસ તેમ લખવાના નિર્ણય સામે આચાર્યેા અને શિક્ષણ નિષ્ણાતોએ બોર્ડ સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે બોર્ડે આ નિર્ણય લીધો છે.

 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ના વિધાર્થીઓના પરિણામ તૈયાર કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. ત્યારબાદ વિવિધ મુદ્દાઓને લઈને શાળાઓને સૂચના આપી હતી. જેમાં ધોરણ ૧૦ના વિધાર્થીઓના સ્કૂલ લિવિંગ સટિર્ફિકેટમાં માસ પ્રમોશનથી પાસ તેમ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યારે ધોરણ ૧૦ની માર્કશીટમાં ગ્રેડ દર્શાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 


આમ ધોરણ ૧૦ની માર્કશીટમાં ગ્રેડ રાખવાનું નક્કી કરાયું હતું. પરંતુ સ્કૂલ લિવિંગ સટિર્ફિકેટમાં માસ પ્રમોશન લખવાના નિર્ણય સામે ગુજરાત રાય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ સહિત રાયના કેટલાક આચાર્યેા અને શિક્ષણ નિષ્ણાતોએ શિક્ષણ બોર્ડની કચેરીમાં આ અંગે રજૂઆત કરી હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્રારા આ નિર્ણય પરત લેવાનું નક્કી કયુ હતું.

 


આ અંગે શિક્ષણ બોર્ડ દ્રારા પરિપત્ર કરી દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે ધોરણ ૧૦ના વિધાર્થીઓના સ્કૂલ લિવિંગ સટિર્ફિકેટમાં હવે માસ પ્રમોશનથી પાસના બદલે માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં તેમ લખવાનું રહેશે.આમબોર્ડ દ્રારા બે દિવસમા પોતાના બે નિર્ણયો પરત લેવાની ફરજ પડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application