મોરબીના ઘુંટું નજીક કારે બાઇકને હડફેટે લેતાં હળવદના બે યુવાનોના મોત

  • June 30, 2020 12:39 PM 78 views

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ નજીક બાઈકમાં પસાર થઈ રહેલા હળવદના બે યુવાનના બાઇકને કારચાલકે હડફેટે લેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ તો અન્ય યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં હોય જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ મોરબીની અંદર મિસ્ત્રી કામ પૂરું કરીને હળવદ તાલુકાના બે યુવાનો રાત્રીના બાઈકમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ પાસેથી પસાર થતા સમયે કારના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું. જેથી બાઈક સવાર બંને યુવાનોને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરતા સમયે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અન્ય યુવાનને ૧૦૮ મારફતે મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતકના નામ રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડ જાતે મિસ્ત્રી (ઉં.૪૭) અને અશોકભાઈ વનનારાયણ (ઉં.૪૦) રહે, હળવદ હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી. કણસાગરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application