મોરબીના બે યુવાનોને ઇકોફ્રેન્ડલી બુકસ ઓફ રેકોર્ડ-૨૦૨૦માં સ્થાન

  • July 28, 2020 01:05 PM 656 views

મોરબીના યુવા એડવોકેટ જૂની નોટો અને સિક્કાનો તેમજ ટપાલ ટીકીટ સંગ્રહ કરતા હોય તેમજ અન્ય એક યુવાનને પણ આવો શોખ હોય જે બંને ન્યુમિસમેટીક ક્લબના સભ્યોને ઇન્ક્રેડીબલ બુક્સ ઓફ રેકોર્ડ ૨૦૨૦ માં સ્થાન મળ્યું છે મોરબીના રહેવાસી અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા મિતેષ દિલીપકુમાર દવેને તેની પાસે રહેલ સિક્કા, નોટ્સ અને ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ઇન્ક્રેડીબલ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે તેમજ મોરબીના રહેવાસી અને સોનીકામના વ્યવસાય સાથે જોડાયેલ રૂપેશ વ્રજલાલ રાણપરાને તેની પાસે રહેલ બે પૈસાના ૧૧,૧૧૧ સિક્કાના અલભ્ય સંગ્રહ માટે ઇન્ક્રેડીબલ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.મોરબીના બંને યુવાનો મોરબી ન્યુમીસમેટીક કલબના સક્રિય સભ્ય છે અને મોરબી શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ તેઓએ તેના સંગ્રહના પ્રદર્શન કર્યા છે બંને મિત્રોની અનેરી સિદ્ધી બદલ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application