ધારી, બાબરા, વેરાવળ પંથકમાં ૨થી ૪ ઇંચ

  • July 15, 2021 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાલુ ચોમાસાની સીઝનના બીજા તબકકામાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે જેમાં અમરેલીના ધારી અને બાબરા પંથકમાં ૨થી ૪ ઇંચ અને ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા પંથકમાં ૧॥ ૨ ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના ૪૪ જેટલા તાલુકામાં ઝાપટાંથી માંડીને ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે.


આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન અમરેલી જિલ્લાના બાબરામાં અનરાધાર ૪ ઇંચ, ધારી અને રાજુલા પંથકમાં ૧॥ ૨॥ ઇંચ. જ્યારે ખાંભા, લાઠી, બગસરા, લીલિયા, અમરેલી શહેરને જોડિયા પંથકમાં ઝાપટાંઓ વરસ્યા હતા. રાજકોટના જસદણ પંથકમાં ૦॥ ઇંચ અને જામકંડોરણા, જેતપુર, પડધરી, ગોંડલ, રાજકોટ શહેર અને વીંછિયા પંથકમાં ઝાપટાં વરસ્યા હતા. ગીર સોમનાથના વેરાવળમાં ૨ ઇંચ, સુત્રાપાડામાં ૧॥ ઇંચ, કોડીનાર, ઉના, તાલાલા પંથકમાં ઝાપટાં પડયા હતા. દ્વારકા, ભાણવડમાં ઝાપટાં અને કલ્યાણપુરમાં ૩॥ ઇંચ વરસાદ પડયો હતો. કલ્યાણપુરના મોટા આસોટા, ભણગોર, ધ્રાફા પંથકમાં ૨॥ ૪ ઇંચ અને રાણ વિસ્તારમાં ૨થી ૩ ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો. જૂનાગઢના માણાવદર, કેશોદમાં ૧થી ૧॥ ઇંચ, વિસાવદરમાં ૦॥ ઇંચ, મેંદરડા, વંથલી, જૂનાગઢ શહેરમાં ઝાપટાંઓ વરસ્યા હતા. જામનગરમાં જોડિયા, લાલપુર પંથકમાં ૧થી ૧॥ ઇંચ, ખંભાળિયામાં ૦॥ ઇંચ, જામનગરમાં ઝાપટાં, પોરબંદર, રાણાવાવ, કુતિયાણામાં ઝાપટાંથી માંડી ૧ ઇંચ, ભાવનગર, ગારિયાધાર, પાલિતાણા, સિહોરમાં ઝાપટાંથી માંડી ૧ ઇંચ, મોરબીના ટંકારા અને બોટાદ તેમજ ભુજ પંથકમાં પણ ઝાપટાં વરસ્યા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS