અલકાયદાના નિશાના પર ભાજપના બે મોટા નેતા... ક્લિક કરીને વાંચો આતંકીઓએ કરેલા ચોંકાવનારા ખુલાસા

  • July 12, 2021 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉતર પ્રદેશ એટીએસ દ્વારા લખનૌમાંથી બે શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા અલકાયદાના બે આતંકવાદીઓએ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. જેમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓના નિશાના પર ભાજપના 2 મોટા નેતાઓ હતા. હવે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ આ આતંકીઓની પૂછપરછ માટે લખનૌ જશે.

 

દિલ્હીની સ્પેશ્યલ સેલ બે દીવસમાં લખનૌ પહોંચશે. અને ત્યાં પકડાયેલા આ 2 આતંકીઓની પૂછપરછ કરશે. ભાજપના નેતાઓને નિશાના ઉપર હોવાના ખુલાસા બાદ માહોલ ગરમાયો છે. ચોતરફ આની ચર્ચાઓ ચાલી રહી છે.

 

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટના સાથે સંબંધિત, બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પકડાયેલા બન્ને લોકોની પાસેથી વિસ્ફોટક પણ મળી આવ્યા છે. તેમનો હેન્ડલર પાકિસ્તાની હોવાનું સામે આવ્યુ છે અને તેમની અલ કાયદા ( Al Qaeda ) સાથે કડી જોડાયેલી હોઈ શકે છે. બન્નેની અલકાયદા સહીતના આતંકવાદી સંગઠનો સાથેના જોડાણ અંગેની સધન પુછપરછ કરવામાં આવી રહી છે.

 

સુત્રો અનુસાર અલકાયદાના આતંકી ઉમર અલ માંડી UP ના સંભલનો રહેવાસી છે. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે અલકાયદાએ AQIS નામનું નવું આતંકી સંગઠન પણ બનાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાનપુરમાં રહેનારા ચાર યુવક પણ આ સંગઠન સાથે જોડાયેલા છે. આ બાદ લખનૌ પોલીસની બે ટીમોએ કાનપુરમાં તપાસ હાથ ધરી હતી. ત્યાંથી તેમણે ચાર યુવકની ધરપકડ કરી હતી. તેમજ તેમના અન્ય સાથી હાલમાં ફરાર છે.

 

લખનૌથી પકડાયેલા આતંકીઓની પૂછપરછ બાદ કાનપુરને લઈને મોટો ખુલાસો થયો હતો. આ બાદ ATS ટીમે કાનપુરથી ચાર શંકાસ્પદ યુવાનોની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર ATS ટીમના 6 જવાન હજુ કાનપુરમાં છે. જેઓ આરોપી યીવકોના પરિવાર પર નજર રાખી રહ્યા છે. સાથે જ અન્ય સબુત પણ એકઠા કરવામાં આવી રહ્યા છે.

 

ATS ના ઓફિસરે પોલીસ કમિશ્નર અસીમ અરુણ પાસેથી પણ આતંકીઓથી જોડાયેલી જાણકારી માંગી છે. અસીમ અરુણ જ્યારે ATS આઈજી હતા ત્યારે લખનૌમાં આતંકી સૈફુલ્લાહનું એન્કાઉન્ટર કર્યું હતું. તેમણે આતંકીઓ પર લાંબા સમય સુધી નજર રાખી હતી જેના કારણે તેમની પાસેથી ઘણી માહિતી મળી શકે તેમ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021