૫૦૦ રાજસ્થાનીઓને ૧૦ બસમાં બેસાડી વતન રવાના કરાયા

  • March 26, 2020 11:41 AM 273 views

  • નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાયમંત્રી જાડેજા રાત્રે રોડ પર ફર્યા


કોરોના વાયરસના કારણે ૨૧ દિવસના લોકડાઉનના કારણે આંતર રાય બસ સેવા બધં થતા અમદાવાદ–ગાંધીનગર વચ્ચે રીતસર માનવ મહેરામણ ઉમટયો હતો. શ્રમજીવીઓ રાજસ્થાન, દાહોદ, મધ્યપ્રદેશથી આવ્યા છે તેઓ પગપાળા વતન ભણી જઈ રહ્યા હતા. આ શ્રમજીવીઓની વચ્ચે રાય સરકાર આવી હતી.


ગઈકાલે રાત્રે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ પગપાળા વતન ભણી જઈ રહેલા શ્રમજીવીઓની વ્હારે આવ્યા હતા. ગાંધીનગરના સરિતા ઉધાન પહોંચ્યા હતા. આ લોકોને ખાવાપીવાની વ્યવસ્થા સાથે તેમના વતન પહોંચાડવાયા છે. ૧૦ જેટલી બસની વ્યવસ્થા રાય સરકાર દ્રારા કરવામાં આવી છે.


રાયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, ગૃહ રાયમંત્રી પ્રદિપસિંહ જાડેજા ખુદ ગાંધીનગરના માર્ગ પર ફર્યા હતા. અને લોકોને બહાર ન આવવા સમજાવ્યા હતા અને આ લોકો માટે બસની વ્યવસ્થા કરી હતી આ ૫૦૦ જેટલા ભાઈ–બહેનોને કાર્યકરો દ્રારા નાસ્તો આપવામાં આવ્યો હતો. આ તમામને તેમના વતન માટે રાત્રે રવાના કરવામાં આવ્યા હતા.