દુકાન માલિકને ભાડું નહીં ચૂકવી ને ધમકી આપનાર ભાડૂઆત સહિત બે વિરુઘ્ધ પોલીસ ફરિયાદ

  • February 27, 2021 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

150 ફુટ રિંગરોડ ઉપર શ્રી કલાસિક કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા માલિકે કરેલી અરજીના આધારે તપાસ

 


શહેરના દોઢસો ફૂટ રોડ પર આવેલ દુકાનો ભાડે લઈને ભાડું નહીં ચૂકવી દુકાનના માલિક ને ધમકી આપનાર ભાડુઆત અને તેના સાગરિતો વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 


દાહોદના અજય એસ. ભગતે કરેલી અરજી માં જણાવ્યું છે કે રાજકોટના રહેવાસી મેહુલભાઈ જેન્તીભાઈ પાડલીયા (રહે. શિવધામ સોસાયટી બ્લોક નં. 90, ગેઈટ નં. 3, વિમલ નગરની બાજુમાં)ને પોતાના વેપાર ધંધા માટે રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ અમૃતા સોસાયટીમાં આવેલ શ્રી કલાસિક કોમ્પલેક્ષની ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ 2 દુકાન 2 પાવર ઓફ એટર્ની દરજજે 11 માસના ભાડા કરારથી ફર્નિચર સાથે અજય એસ. ભગતે આપી હતી અને તેમાં મેહુલભાઈ જેન્તીભાઈ પાડલીયા એ દર્શન ફીલ્ટર હાઉસના નામથી વેપાર ધંધો કરતાં હતા અને તેઓનો છેલ્લો ભાડા કરાર તા. 29-02-2020 થી તા. 28-01-2021 સુધી વેલીડ હતો. પરંતુ તેઓ નિયમિતપણે ભાડું ચુકવતા નહિ અને તેઓની ઉપર રૂા. 1,98,000નું ભાડું ચડત થઈ ગયેલ જે પૈકી તા. 09-02-2021 ના રોજ રૂા. 1,00,000 ચૂકવી આપેલા બાકીની રકમ આપવા માટે ગલ્લા તલ્લા કરતાં હતા. જેથી અજય એસ. ભગતે રૂબરૂ રાજકોટ આવી તા. 16-02-2021 ના રોજ બાકી રકમ રૂા. 91,000 ની માંગણી કરતાં મેહુલભાઈએ હવે કોઈ ભાડુબાડુ નહિ મળે તારાથી થાય તે કરી લેજે તેમ કહી ભુંડા બોલી ગાળો બોલી અને ફરીથી ભાડા કરાર રીન્યુ કરી આપવા જણાવેલ જે અંગે ના પાડતા દુકાનને પોતાનું તાળું મારી ચાલ્યા ગયેલ. અને દુકાનની ચાવી માંગતા દુકાનની ચાવી પણ આપેલ નહિ અને દુકાનનો કબજો માંગવા આવતો નહિ નહિતર જીવતો ઝાલોદ નહિ જઈ શકે તેવી ધમકી આપેલ. ત્યાર બાદ અવાર-નવાર મોબાઈલ ફોન ઉપર ચડત ભાડું તથા દુકાનની ચાવી માંગતા ફોન ઉપાડતા નહિ. અને તા. 16-02-2021 ના રોજ સુમીતભાઈ કણજરીયાએ ફોન કરીને જણાવેલ કે તારાથી થાય તે કરી લેજે ચાવીબાવી નહિ મળે બીજીવાર ફોન કરીશ તો તારા ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપેલ. જેથી બન્ને આરોપીઓએ એ ષડયંત્ર રચી છેતરપીંડી, વિશ્વાસઘાત કરી, ધાક-ધમકી આપી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી દુકાનનો કબજો તથા દુકાનની ચાવી અને રૂા. 91,000 ચડત ભાડું માંગવા છતાં નહિ આપતા જેથી બન્ને સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ(અરજી) આપતા ગાંધીગ્રામ પોલીસે તપાસના ચક્રોગતિમાન કયર્િ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS