વરસાદના બે દ્રષ્ટ્રિકોણ; ખેડૂતો માટે આશીર્વાદ, શહેરીજનો માટે આફત

  • July 26, 2021 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્રમિત દર્દીઓ જે રીતે ઓકિસજન માટે તરફડિયા મારતા હતા તેવી જ સ્થિતિ ખેતરમાં પાકની હતી. ચાતક નજરે વરસાદની રાહ જોઇને બેઠેલા ખેડૂતોના ચહેરા પર આજે ખુશાલી જોવા મળી રહી છે.

 

શનિ અને રવિવારે બે દિવસ એકધારા વરસેલા વરસાદને કારણે ખેતરમાં ઉભેલા પાકને જાણે જીવતદાન મળી હોય તેવા લીલોછમ દ્રશ્યો દરેક ખેતરમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શહેરીજનો માટે અને તેમાં પણ ખાસ કરીને વાહન ચાલકો માટે વરસાદ મુશ્કેલીપ બની ગયો હતો. અનેક સ્થળે પાણી ભરાતા મોટરોના બોનેટ ડૂબી ગયા હતા અને વાહન કેમ ચલાવવું તે મોટી સમસ્યા થઈ પડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS