દ્વિચક્રી વાહનની ચોરી કરનારા શખ્સની ધરપકડ, ૨૫ વાહન જપ્ત

  • October 28, 2020 11:34 AM 

દ્વિચક્રી વાહનની ચોરી કરનારા શખ્સની ધરપકડ, ૨૫ વાહન જપ્ત

કચ્છમાં જુદી-જુદી જગ્યાએથી  દ્વિચક્રી વાહનની ચોરી કરનારા એક શખ્સની પોલીસે ધરપકડ કરી, શખ્સ પાસેથી 25 વાહન જપ્ત કરાયા

પૂર્વ કચ્છમાં જુદી-જુદી જગ્યાએથી 25 દ્વિચક્રી વાહનની ચોરી કરનારા રાપર તાલુકાના કાનમેર ગામના એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સ પાસેથી 25 વાહન જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ પ્રકરણમાં અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાનું ખુલ્યું હતું. રાપરના કાનમેરનાં રહેનારો મહેશ ઉર્ફે ગુંડો રામુ વાઘેલા નામનો શખ્સ છેલ્લા એકાદ વર્ષથી ગાંધીધામ વિસ્તારમાંથી વાહનોની ઉઠાંતરી કરી આ વાહનો પોતાના પ્રાંગણમાં રાખતો હોવાની પૂર્વ બાતમી સ્થાનિક આડેસર પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે આ શખ્સના ઘરની તલાશી લેતાં તેના ઘરના આંગણામાંથી દ્વિચક્રી વાહનો મળી આવ્યાં હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application