અમિતા જોષી આપઘાત કેસમાં બે નણંદ જામીન પર મુક્ત

  • January 08, 2021 11:33 AM 967 views

આત્મહત્યાના ચકચારી પ્રકરણમાં ભોગગ્રસ્ત મહિલા પોલીસ અધિકારીનાના પિતાએ ફરિયાદ નોંધાવતા ભાવનગરથી થઈ હતી ધરપકડ

સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અમિતા જોષીએ ગત તા.5 ડિસેમ્બરના સર્વિસ રિવોલ્વર વડે આપઘાત કરી લેતા તેના પિતાની ફરિયાદના આધારે પતિ, સાસુ સસરા અને બે નણંદની ધરપકડ થઈ હતી. આ કેસમાં બંને નણંદને કોર્ટે શરતી જામીન પર મુક્ત કયર્િ છે.


 અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લઈ સુસાઇડ નોટમાં આ પગલાં માટે કોઈ જવાબદાર નહિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ આ કેસમાં અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી તેમની દીકરીને મરવા માટે દુષ્પ્રેરણા અપાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આથી અમિતાના પતિ, સાસુ સસરા, નણંદ સહિતનાની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં અમિતાની બન્ને નણંદનો કોઈ રોલ ન હોય જામીન આપવાની માંગ સાથે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ગુરુવારે જામીન અંગેનો હુકમ કરતાં નણંદો મનિષાબેન હરદેવભાઈ ભટ્ટ, અંકિતાબેન ધવલભાઈ મહેતા જામીન મંજૂર કયર્િ છે. 25 હજારના જાત જામીન સાથે શરતોના આધારે તેમને જામીન આપવામાં આવ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application