વલ્લભીપુર બરવાળા હાઇવે પર પોશ ડોડા ભરેલા ટ્રક સાથે બે શખ્સો ઝડપાયા

  • June 30, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

વલ્લ્ભીપુર પોલીસે પોશ ડોડા, ટ્રક ,મોબાઈલ ,બાયો કોલનો જથ્થો મળી કુલ રૂપિયા ૧૬,૬૦,૩૦૦ નાં મુદ્દામાલ કબ્જે કર્યો


વલ્લભીપુર બરવાળા હાઇવે ઉપર આવેલ લાખણકાના ઢાળ પાસે રોડ પર પાર્ક કરવામાં આવેલા ટ્રક માથી બાયો કોલ નીચે છુપાવેલા પોશ ડોડા સાથે બે પરપ્રાંતીય શખ્સોને વલ્લ્ભીપુર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

                    

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલ્લ્ભીપુર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર પી.ડી.ઝાલા તથા સ્ટાફ  વલ્લ્ભીપુર વિસ્તારમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળની પ્રવુતિ કરતા શખ્સો બાબતે સોર્સ ડેવલપ કરી કરાવતા બાતમી મળતા તુરત જ  વલ્લભીપુર બરવાળા હાઇવે ઉપર આવેલ લાખણકાના ઢાળ પાસે વોચ ગોઠવી ત્યારે ટ્રક નંબર RJ 03 GA 2441 રોડ પર પાર્ક કરેલ હોય  ટ્રકની તલાશી લેતા બાયો કોલની આડમાં

ટ્રકમાં માદક પદાર્થ (પોશ ડોડા)નો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઇવર શ્યામદાસ ગોપાલદાસ વૈરાગી (પંડીત) અને કલીનર વિશાલ રમેશલાલ રાવ (ભાટ) ને પોશ ડોડા વજન ૩૮૬ કિલો ૧૨ ગ્રામ, ટ્રક ,મોબાઈલ ,બાયો કોલનો જથ્થો મળી કુલ રૂપિયા ૧૬,૬૦,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application