દ્વારકામાં મોબાઇલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

  • October 18, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકામાં ગત સાંજે સ્થાનિક પોલીસે જુગાર અંગેની કાર્યવાહીમાં બે શખ્સોને વરલી મટકાનો જુગાર રમતા મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં કપાત કરતા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


દેવભૂમિ દ્વારકા પંથકમાં સ્થાનિક પી.આઈ. ટી.સી. પટેલની સુચના મુજબ સ્થાનિક સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઈ. આકાશ બારસિયા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકામાં બ્રહ્મપુરી પાસેના ઓટલા પર બેસીને મોબાઈલ ફોનમાં વરલી મટકાના આંકડા સાથે કાગળની ચિઠ્ઠીઓ વિગેરેથી જુગાર રમી રહેલા અશોક જયસુખલાલ ભાતેલીયા (ઉ.વ. 60) અને રજનીકાંત રમણીકલાલ પોપટ (ઉ.વ. 48) નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.


પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 12,110 રોકડા તથા રૂપિયા 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 17,110 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ બંને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.


આ પ્રકરણમાં 6355255017 મોબાઈલ નંબર વાળા શખ્સ પાસેથી કપાત થતી હોવાનું પણ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે ઉપરોક્ત મોબાઈલ નંબરધારક શખ્સ સામે પણ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application