કોડીનારના દેવળી (દેદાની) ગામ દ્વારા અયોધ્યા મંદિર માટે ૩.૬૫ લાખ અર્પણ

  • March 04, 2021 01:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશમાં રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણનું ઔતિહાસિક કાર્ય તેના અંતિમ તબકકામાં છે ત્યારે કોડીનાર તાલુકાના દેવળી ગામે રામ મંદિર નિર્માણ નિધિ સમિતિ દ્વારા અંકે રૂ.૩,૬૫,૨૭૯ (ત્રણ લાખ, પાંસઠ હજાર, બસ્સો ઓગ્ણા એંસી) જેટલું માતબર સમર્પણ એકત્ર કરવામાં આવ્યું હતું.


આ સમર્પણના હિસાબના પત્રકને ગામના રામ મંદિરના પુજારી હસ્તે ભગવાન રામના ચરણોમાં ધરી સમર્પણને કાર્યાલય ખાતે જમા કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સમર્પણ કાર્યમાં સહભાગી થવા બદલ રામ મંદિર નિર્માણ ટ્રસ્ટ, દેવળી ગામના સર્વે રામભકત યુવાનો-વડીલોનો ખુબ ખુબ આભાર માન્યો છે, તેમજ ઘર ઘર સંપર્ક દ્વારા ગામમાં એકતા જળવાઇ રહે તેવું રામ મંદિરના પુજારી નવીનબાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS