રાજુલા-જાફરાબાદમાં બે અકસ્માતમાં બેના મોત

  • March 18, 2021 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજુલા અને જાફરાબાદ માં જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા જાફરાબાદના બાબરકોટ કંપનીના ગેટ પાસે ડમ્પર ચાલકે એક શખ્સને અડફેટે લેતા મોત તેમજ રાજુલાના દર્શન મિનરલ્સ ખાણ પાસે આધેડને ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત થયું હતું.


પ્રાપ્ત માહિતી અનુસાર જાફરાબાદના બાબરકોટ કંપનીના ગેટ પાસે ડમ્પર નંબર જીજે-૦૩બીટી-૮૨૦૦ ના ચાલકે ડમ્પર પુરઝડપે ચલાવી ડ્રાયવિંગ પરનો કાબુ ગુમાવી મુકેશભાઈ અરજણભાઈ સાંખટ નામના શખ્સને અડફેટે લઇ લેતા તેનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું બનાવ અંગે જાફરાબાદ મરીન પોલીસમાં ડમ્પર ચાલક સામે કાળુભાઇ બંકુભાઇ સાંખટે ફરિયાદ નોંધાવેલ હતી.


જયારે બીજા બનાવમાં રાજુલાના દર્શન મિનરલ્સ ખાણ પાસે ધીરૂભાઇ ભવાનભાઈ બાંભણીયા પોતાનું મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે ડમ્પર નં જીજે-૧૪-૬૪૦૭ના નરેદ્રભાઈ રાવત રહે એમપી ના ચાલકે ધીરૂભાઇ ના બાઈક સાથે ભટકાવી દેતા ધીરૂભાઈનું ગંભીર ઇજા થવાથી મોત થતા રાજુલા પોલીસમાં ડમ્પર ચાલાક સામે વિજયભાઈ ધીરુભાઈ બાંભણીયા એ ફરિયાદ નોંધાવેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS