દ્વારકા નજીક ભીમપરા પાટીયા કાર પલ્ટી ખાતા બે મોત

  • March 06, 2023 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા-પોરબંદર રોડ પર ભીમપરા પાટીયા પાસે સેન્ટ્રો કાર રોડની નીચે ખાબકતા બે વ્યકિતના મૃત્યુ થયા હતા અને અન્ય બે વ્યકિતને ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. દર્શન કરીને રાજકોટ પરત જતા હતા ત્યારે ગોઝારો અકસ્માત થયો હતો.


દ્વારકાથી રાજકોટ પરત ફરતી વેળાએ ભીમપરા પાટીયા પાસે સેન્ટ્રો કારના ચાલકે સ્ટયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની નીચે ખાબકી હતી, આ ગોઝારા અકસ્માતમાં કારમાં બેઠેલા બે વ્યકિતના મૃત્યુ થયા હતા, જયારે બે વ્યકિતને ઇજા પહોંચતા સારવાર અર્થે દ્વારકા હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા, બનાવની જાણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં જાણવા મળેલી વિગત મુજબ અકસ્માતમાં ભોગ બનેલ રાજકોટના રહેવાસી હોવાનું અને દ્વારકાધિશના દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે કાળ ભેટી ગયો હતો, બે ઇજાગ્રસ્ત પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application