પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતના 3 બનાવમાં બેના મોત

  • March 30, 2021 10:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદર જીલ્લામાં હોળી-ધુળેટીના સપરમા તહેવાર સમયે જ વાહન અકસ્માતના 3 બનાવો બન્યા છે જેમાં બે ના મોત નિપજયા છે.

 


રાણાવાવ નજીક અકસ્માત
બોખીરા-તુંબડાના માલદે જીવાભાઇ ઓડેદરા નામના યુવાને તેના સગા ભાણેજ  યશ લખમણભાઇ દાસા ઉ.વ. 18 ના વાહન અકસ્માતે થયેલા મોતની ફરિયાદ એવી નોંધાવી છે કે, તેના ભાણેજ યશ ના કુતિયાણા ખાતે રહેતા કાકાના દિકરા વિજય (પિતરાઇ ભાઇ)ની વાળ હોવાથી યશ તેના મિત્રનું બાઇક લઇને ત્રિપલ સવારીમાં કુતિયાણા ગયો હતો અને ત્યાંથી યશ તથા તેના મિત્રો શુભ ભીખુભાઇ થાનકી અને દેવાંગ વિનુભાઇ દત્તા કુતિયાણાથી બુલેટ બાઇકમાં પરત આવતા હતા ત્યારે રાણાવાવ નજીક અસ્હાબાપીરના પાટીયા સામે એક ટ્રેકટર તેની સાઇડમાં જતું હતું અને ટ્રેકટરની ટ્રોલીના પાછળના ભાગે યશે બુલેટ સ્પીડમાં ચલાવીને અથડાવી દીધું હતું અને અકસ્માતના આ બનાવમાં યશનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું જયારે શુભ અને દેવાંગને નાની-મોટી ઇજાઓ થતાં પોરબંદર સારવાર માટે ખસેડવામાં આવ્‌યા હતા. મૃતક યશ ના માતા નિબેન છેલ્લા અઢી વર્ષથી ઈઝરાયલ રહે છે અને તેથી તે મામા સાથે તથા આદિત્યાણા તેના મોટાબાપા પરબતભાઇ રામભાઇ દાસાને ત્યાં પણ કયારેક જતો હતો આથી ભાણેજના અકસ્માતના મોત અંગે મામાએ જ ગુન્હો નોંધાવ્યો છે.

 


બળેજ પાસે અકસ્માત
બળેજ ગામે ભુવાકેડા નેસમાં રહેતા ગલ્લાભાઇ કરશનભાઇ ઉલવા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના ભાઇ પુંજાભાઇ કરશનભાઇ ઉલવા ઉ.વ. 43 બળેજ ગામે સોમનાથ-પોરબંદર નેશનલ હાઇવે ઉપર પગપાળા જતો હતો ત્‌યારે આઇટવેન્ટી કારના ચાલકે ફુલસ્પીડે કાર ચલાવીને પુંજાભાઇ ઉલવાને હડફેટે લઇ ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્‌યું હતું. અકસ્માત સર્જયા બાદ ચાલક નાસી છુટયો હતો.

 


પોરબંદરમાં જજના બંગલા પાસે અકસ્માત
પોરબંદરની જજીસ કોલોનીમાં સાંદીપનિ રોડ ઉપર રહેતા નિર્સગ પંકજભાઇ ચૌહાણ નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેને પોરબંદરના ડીસ્ટ્રીકટ જજ ના ઘર પાસે આઇ ટવેન્ટી કાર રોડની સાઇડમાં રાખીને બેઠો હતો એ દરમિયાન અજાણ્યા બાઇકના ચાલકે ફુલસ્પીડે બાઇક ચલાવીને કાર સાથે અથડાવ્યું હતું જેમાં કારમાં નુકશાની થઇ હતી.

 


છાંયા-બિરલા રોડ ઉપર અકસ્માત
છાંયા-બિરલા રોડ ઉપર પણ એક વાહન અકસ્માત થયો હતો જો કે, તેની પોલીસ ફરિયાદ થઇ ન હતી. બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS