રાજકોટ અને ઉપલેટામાં ૨ ઈંચ, કોટડામાં દોઢ, ગોંડલમાં એક ઈંચ વરસાદ

  • June 21, 2021 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગઈકાલે બપોરે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને બે ઇંચ જેટલું પાણી પડી ગયું છે સારા વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને વરસાદ માણવા માટે લોકો રવિવારની રજામાં મોટી સંખ્યામાં બહાર નીકળી જતા અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


રાજકોટ ઉપરાંત જિલ્લામાં ઉપલેટામાં પણ બે ઇંચ વરસાદ પડી ગયો છે.કોટડાસાંગાણીમાં દોઢ અને ગોંડલમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. લોધીકા અને વિછીયા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ધોરાજી જામકંડોરણા જસદણ જેતપુર પડધરી માં સામાન્ય ઝાપટાઓ પડ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS