ગોંડલમાં આજે ધોધમાર બે ઇંચ વરસાદ

  • September 14, 2021 01:08 PM 

ગોંડલમાં મેઘવિરામ બાદ આજે સવારે ફરી ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગોંડલની પ્રખ્યાત નાની બજાર અને મોટી બજારમ) પણ પાણી ભરાયા છે. શહેરની સોની બજારમાં પણ પાણી ભરાયા છે. ગોંડલના સ્ટેશન રોડમાં પણ પાણી ભરાયા છે.ગોંડલમાં વહેલી સવારે ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે. ગોંડલ શહેરના રાજમાર્ગો પાણી પાણી છે. ઉમવાડા અંડરબ્રિજ લાલ પુલ અંડરબ્રિજ નીચે પાણી ભરાયા છે. ગોંડલ ઉમવાડા અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પુલના દ્રશ્યો સર્જાયા છે.


રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ડૈયા ગામના સીમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા આ વિસ્તારમાં ૧૮ જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. જેમનું ગોંડલ નગરપાલિકાની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ રિજિયોનલ કમિશનર વરૂણ બરણવાલે સ્થળ પર ઉપસ્થિત રહી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને પૂરું પાડવા માર્ગદર્શન આપ્યું હતુ. રેસ્ક્યુ કરાયેલા પાંચ પુરુષો સાત મહીલાઓ તેમજ છ બાળકોને સફળતાપૂર્વક બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS