બે મિત્રોનો સજોડે આપઘાત:કારણ અંગે ઘૂંટાતું રહસ્ય

  • September 10, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા યુવાનનું બાઈક સ્લીપ થતા હોસ્પિટલ ખસેડાતા મોત: લોકમાન્યતીલક ટાઉનશિપ આવાસ યોજનામાં રહેતા કિશોરનું ઘરે બેભાન હાલતમાં મોત:તપાસમાં બન્નેએ ઝેરી દવા પીધાંનું ખુલ્યું:મોરબી રોડ જૂના જકાતનાકા પાસે ઝેરના પરખાં કર્યા: બન્નેએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ

 


શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા યુવાનનું બાઈક સ્લીપ થતાં મોત નિપજયુ હતું તેમજ મોરબી રોડ પર લોકમાન્ય તીલક ટાઉનશીપ આવાસ યોજનામાં રહેતા યુવાન પોતાના ઘેર બેભાન થઈ જતા સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.પોલીસે તપાસ કરતા ઘરે બેભાન થઈ જનાર ૧૫ વર્ષીય દિશાંત અને બાઈક સ્લીપ થતા ઘવાયેલો ૨૦ વર્ષીય શ્યામ સજોડે મોરબી રોડ જકાતનાકા પાસે ઝેરી દવા પી પગલુ ભર્યુ હોવાનું બહાર આવ્યું હતું.જોકે આ પગલું ભરવા પાછળનું કારણ શું? તે જાણી શકાયું ન હતું. બંનેના પરિવારજનો પણ પોતાના વહાલસોયા પુત્રએ આ પગલું કેમ ભરી લીધું તે અંગે અજાણ હોય જેથી પોલીસે આ ભેદભરમ સમી ઘટના અંગે તપાસનો ધમધમાટ શ કર્યેા છે.

 


રહસ્યના આટાપાટા સર્જતી આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ,સતં કબીર રોડ પર ગોકુલનગ૨ – ૧માં રહેતો શ્યામ વિનુભાઇ મેવાડા (ઉ.વ. ૨૦) આજે રાત્રે બાઇક લઇને જઇ રહ્યો હતો. ત્યારે મોરબી રોડ પર જૂના જકાત નાકા પાસે બાઇક સ્લીપ થતા તેને ઇજા પહોંચી હોઈ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યાં તેનું મોત થતા બી. ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

 


બીજી તરફ મોરબી રોડ પર લોક માન્ય તીલક ટાઉનશીપ પાસે આર.એમ.સી. કવાર્ટરમાં રહેતો
દીશાંત અરજણભાઇ ઝાલા (ઉ.વ. ૧૫) નામનો ૧૫ વર્ષનો કિશોર ગઈકાલ સાંજે ઘરે બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાયો હતો .યાં તેનું પણ મૃત્યુ નિપયું હતું.
બનાવની જાણ થતા બી.ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.કે.નિકોલાએ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વાત સામે આવી હતી કે ઇશાંત અને શ્યામ બંને મિત્રો હતા. બંનેએ ઝેરી દવા પી આપઘાત કર્યેા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું. બંને મિત્રોએ સજોડે ઝેરી દવા પી લીધી હોવાની પણ શંકા સેવાઇ રહી છે. પરંતુ કયાં કારણસર આ પગલું ભયુ તે અંગે તેના પરિવારજનો પણ અજાણ છે ત્યારે રહસ્યમય આ ઘટનામાં બંને મિત્રોએ કયા સંજોગોમાં ઝેરી દવા પી જીવનનો અતં આણી લીધો તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

શેટી પર દીશાંત ઓચિંતા ઢળી પડો અને હોસ્પિટલ લઈ જતાં મોત થયું: મૃતકના પિતા
લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતા દીશાંત ઝાલાના પિતા અરજણભાઈએ કહ્યું હતું કે, તે તથા તેમના પત્ની કોન્ટ્રાકટ બેઇઝ પર સફાઇકામ કરે છે. જેથી તેઓ બંને બહાર રહેતા હોય ઘરે સંતાનો એકલા હોય નિયમિત સમયે ઘરે ફોન કરતા હતા. દરમિયાન ગઇકાલે સાંજે પણ તેમણે દીશાંતને ફોન કર્યેા હતો અને તેની બંને નાની બહેનોને ટૂશનમાંથી તેડી લાવવા માટે કહ્યું હતું. બાદમાં દંપતી ઘરે પરત ફર્યેા ત્યારે દીશાંત શેટી પર સૂતો હતો અને ઓચિંતો ત્યાં જ ઢળી પડો હતો.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા તેનું મોત થયું હોવાનું માલુમ પડું હતું. બે બહેનના એકના એક ભાઈ એવા દિશાંતએ કયા કારણસર આ પગલું ભરી લીધું તેનાથી તેના માતા–પિતા પણ અજાણ છે. મૂળ મહીકા ગામના વતની આ પરિવારે વતન જઇ વહાલાસોયા પુત્રની અંતિમવિધિ કરી હતી.

 

 

શ્યામના ભાઈએ કહ્યું મહિનાથી તેનું વર્તન બદલાઈ ગયું હતું, કામે પણ જતો ન હતો
શહેરના સતં કબીર રોડ પર ગોકુલનગર ૧માં રહેતા શ્યામ મેવાડા (ઉ.વ ૨૦) નામના યુવાનનું બાઇક સ્લીપ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો યાં તપાસ દરમિયાન તેણે તેના મિત્ર સાથે મળી કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું.દરમિયાન શ્યામના ભાઈ રોહિતે જણાવ્યું હતું કે, તેઓ ત્રણ ભાઈ–બહેન છે જેમાં શ્યામ સૌથી નાનો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે શ્યામ તેમની સાથે યાર્ડમાં મજુરી કામે આવતો હતો પરંતુ છેલ્લા એકાદ માસથી તેનું વર્તન બિલકુલ બદલાઈ ગયું હતું તે નિયમિત કામ પર પણ આવતો ન હતો રોજ કહેવા છતાં સવારે મોડો મોડો ઉઠતો અને કામે આવતો ન હતો તેમજ કોઈની સાથે કઈં બોલતો પણ નહોતો ત્યારે શ્યામે કયાં કારણસર આ પગલું ભરી લીધું તેને લઇ પરીવારજનો પણ ચિંતામાં મુકાયા છે.

 


બન્નેના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવાશે, સીસીટીવી ફટેજ પણ ચકાસવામાં આવશે
શહેરમાં સંતકબીર રોડ પર ગોકુલ નગરમાં રહેતા ૨૦ વર્ષીય યુવાન અને લોકમાન્ય તિલક આવાસ યોજનામાં રહેતા ૧૫ વર્ષના કિશોરે સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ચકચારી ઘટના બની છે. જેમાં બી.ડિવિઝન પોલીસ મથકના પી.આઇ એમ.બી.ઔસુરાએ જણાવ્યું હતું કે, બંનેના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસ  આ બંનેના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવશે.તેમજ તેઓ યાં એકત્ર થયા હતા તે તમામ ટના સીસીટીવી ફટેજ પણ ચકાસવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS