દેવભૂમિ દ્વારકા:જામ ખંભાળિયા દ્વારકા હાઇવે પર કારમાં આગ લાગતા 2 ના મોત એકનો આબાદ બચાવ
રણજીપુર ગામ નજીક ચાલુ સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા ઘટના બની.કારમાં એકજ પરિવારના ત્રણ સભ્યો માતા, પિતા અને પુત્રી સવાર હતા.
સતીબેન નામના માતાનો ચમત્કારીક બચાવ થયો.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પીતા અને પુત્રીને બહાર નીકળવાની તક જ ન મળી.કારમાં સવાર વલ્લભભાઇ સુવા અને તેમની 23 વર્ષિય પુત્રી હીરલબેન આગની જ્વાળાઓમાં ગંભીર રીતે હોમાઇ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા.
અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા..બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામ ખંભાળિયા ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા..માતા સતીબેનને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા.
શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.