જામનગરના સરકારી ચિલ્ડ્રન હોમના ગુમ થયેલા બે બાળકો હેમખેમ મળી આવ્યા
જામનગરના રણજીતસાગર રોડ સ્થીત સરકારી ચિલ્ડ્રન હોમના ૧૧ અને ૧૨ વર્ષના બે બાળકો નાસી ગયાનું બહાર આવતા ભારે દોડધામ મચી ગઇ હતી અને તપાસ દરમ્યાન બંને હેમખેમ મળી આવતા તંત્ર સહિતનાઓએ રાહતનો દમ લીધો હતો.
મળતી માહિતી મુજબ ચિલ્ડ્રન હોમમાં રહેતા અંદાજે ૧૧ અને ૧૨ વર્ષના બે બાળકો સવારે સંસ્થામાંથી સાધના કોલોની વિસ્તારમાં સ્કુલે જવા માટે નીકળ્યા હતા અને સ્કુલે ગયા બાદ બંને બાળકો નાશી ગયાનું જાણમાં આવતા સંસ્થા દ્વારા શોધખોળ આદવરામાં આવી હતી અને આ મામલે સીટી-એ ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી.
બાળકો ગુમ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને લગત વિભાગોમાં દોડધામ મચી હતી, ત્યાર બાદ હાથ ધરાયેલી શોધખોળ દરમ્યાન બંને બાળકો હેમખેમ મળી આવ્યા હતા, સુરક્ષીત રીતે બાળકો મળી આવતા ચિલ્ડ્રન હોમના સંચાલક, પોલીસ તથા સુરક્ષા વિભાગે હાંશકારો અનુભવ્યો હતો, બાળકોને જરૂરી કાઉન્સીલીંગ અને નિયમ મુજબની કાર્યવાહી માટે સંસ્થાને સોપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ હતું.