પોરબંદર શહેરમાં કોરોનાના બે, ગ્રામ્યપંથકમાં ૩ કેસ

  • September 16, 2020 09:26 AM 163 views

પોરબંદર શહેરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના બે કેસ અને ગ્રામ્યપંથકમાં ૩ કેસ સહિત કુલ પાંચ કેસ નોંધાયા છે. જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગ્ું હોય તેવું જણાઇ રહ્યું છે.
પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્રારા આંકડા જાહેર થયા છે તેમાં છેલ્લા ર૪ કલાકમાં પ૯૬ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી પોરબંદરના ખારવાવાડમાં રહેતા ૪ર વર્ષીય યુવાન અને મફતીયાપરામાં રહેતા ૪૦ વર્ષીય મહીલાનો સમાવેશ થાય છે. આ બન્નેના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે તે ઉપરાંત ગ્રામ્યપંથકમાં રાણાબોરડી ગામે ૬૩ વર્ષીય વૃધ્ધ અને ૪૯ વર્ષીય મહીલાનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોટડા ગામના ૪૦ વર્ષીય મહીલાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા સારવારમાં લવાયા છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં પપ૩ કોરોનાના કેસ નોંધાયા છે. જે પૈકી ૪૪૮ ને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં ૩૩ દર્દીઓ એકટીવ છે. પોરબંદરમાં અત્ાર સુધીમાં કુલ ૪૯ લોકોના કોરોનાથી મોત નિપજયા છે. ટોટલ ૨૬૭૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application