BREAKING NEWS

ખંભાળીયા: મોવાણ ગામમાંથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે 

  • June 19, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: મોવાણ ગામમાંથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે 

૩૩ બોટલ અને બે મોબાઇલ મળી આવ્યા 

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા એસપી જયરાજસિંહ વાળાએ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે દારૂનો ધંધો કરતા ઇસમો પર વોચ રાખી રેઇડ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એન.એચ. જોશીની રાહબરી હેઠળ પીએસઆઇ દેવમુરારી, એમ.આર. સવસેટા તથા સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.

દરમ્યાન એએસઆઇ ડાડુભાઇ જોગલ, કિશોરભાઇ નંદાણીયા તથા હેડ કોન્સ. ખીમાભાઇ કરમુરને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે રેઇડ કરી મોવાણ ગામમાં આવેલ જુના પરુ દવાખાનાના ખંઢેરમાં ગેરકાયદેસર બનાવટનો ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૩ બોટલ કિ. ૧૬૪૬૧, ૨ મોબાઇલ કિ. ૩૦ હજાર મળી કુલ ૪૬.૪૬૧ના મુદામાલ સાથે જીજ્ઞેશ જીવા દાફડા રહે. મોવાણ ગૌશાળાની બાજુમાં, ખંભાળીયા તથા રાજ કારા દાફડા રહે. મોવાણ ગામ, ગાંધી સોસાયટીને પકડી પાડયા હતા જયારે રામ ગમારા રહે. નાઘેડી, જામનગરવાળાએ દારૂ સપ્લાય કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application