મોરબીમાં બાઇક સ્ટંટ કરનાર બે ઝડપાયા, ૧૫ વાહન ચાલકો વિરૂધ્ધ ફરિયાદ દાખલ

  • March 19, 2021 07:45 PM 

મોરબીના મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ બાઈક સ્ટંટ કરી પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેકનાર ઈસમો સામે આખરે પોલીસે લાલ આંખ કરી છે અને બાઈક સ્ટંટ કરનાર બે ઇસમોને ઝડપી લઈને ચાર મોટરસાયકલ કબજે લીધા છે તો ૧૫ વાહનચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.


મોરબીના મુખ્યમાર્ગો પર ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી સ્ટંટ કરનાર યુવાનોના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ એસપીની સુચનાથી મોરબી સીટી એ ડીવીઝન અને બી ડીવીઝનના ટ્રાફિક પોલીસે આવા તત્વોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વિડીયોમાં દેખાતા ધનરાજસિંહ શાંતુભા મકવાણા બાઈક જીજે ૧૧ બીસી ૦૦૭૧ અને અવેશ તૈયબ સામતાણી બાઈક જીજે ૩૬ એચ ૦૨૨૦ સાથે તેમજ નિયમોનો ભંગ કરતા અન્ય ચાર મોટરસાયકલ સાથે ઝડપી લેવાયા છે અને આઈપીસી તેમજ એમ વી એકટ મુજબ ૧૫ વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ બાઈક સ્ટંટ કરનાર ઈસમો અંગે પોલીસને માહિતી આપવા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS