આણંદ, ખેડા, મહેસાણા, અમદાવાદ, પાટણ જિલ્લામાં બે થી અઢી ઈંચ વરસાદ

  • June 17, 2021 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઈ મોન્સૂન સીસ્ટમ એકિટવેટ ના હોવા છતાં ગુજરાતના ૨૪ જિલ્લાના ૯૩ તાલુકામાં મેઘરાજાની પધરામણી

 


નૈઋત્યના ચોમાસાને આગળ વધારે અને વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ એકિટવેટ ન હોવા છતાં ગુજરાતના ૨૪ જિલ્લાના ત્રણ તાલુકામાં સામાન્ય ઝાપટાથી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. આણદં ખેડા મહેસાણા અમદાવાદ અને પાટણ જિલ્લામાં વરસાદનું જોર અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ રહ્યું છે ગાંધીનગર શહેરમાં ઝાપટાં પડા છે પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે સૌરાષ્ટ્ર્રમાં વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું છે.

 


સ્ટેટ કંટ્રોલ મ ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આણદં જિલ્લામાં આણદં ખાતે ૬૦ સોજીત્રામાં ૫૪ મિલિમીટર વરસાદ પડો છે ખેડા જિલ્લાના વસોમાં ૫૯ મહત્પધામાં ૫૩ નડિયાદમાં ૫૩ માતરમાં ૪૫ કપડવંજમાં ૪૫ ખેડામાં ૪૧ અને મહેમદાવાદમાં ૪૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લાના ઐંઝામાં ૫૬ અને કડીમાં ૨૦ મિલીમીટર વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં ૪૩ મીલીમીટર વરસાદ નોંધાયો છે યારે જિલ્લાના વિરમગામમાં ૩૪ બાવળામાં ૧૮ મિલિમીટર વરસાદ થયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ૫૧ મીમી પાણી પડું છે. ગાંધીનગર શહેરમાં સામાન્ય ઝાપટુ પડયું હતું પરંતુ જિલ્લાના માણસામાં ૩૧ દહેગામમાં ૧૫ મિલિમીટર વરસાદ થયો છે.

 


સ્ટેટ કંટ્રોલ મના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૨૪ જિલ્લામાં ૯૩ તાલુકામાં સામાન્ય ઝાપટા થી અઢી ઈંચ જેટલો વરસાદ થયો છે સૌથી વધુ વરસાદ આણંદમાં ૬૦ મીમી નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS