ટ્વીટર અકાઉન્ટ હેકિંગ મામલે 17 વર્ષના માસ્ટર માઈન્ડની ધરપકડ

  • August 01, 2020 11:54 AM 356 views

 

લગભગ પંદર દિવસ પહેલા વિશ્વના ટોચના રાજકારણીઓ, મોટી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓના ટ્વિટર એકાઉન્ટ્સ હેક કરવા બદલ ફ્લોરિડાના એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. તેણે એકાઉન્ટ હેક કર્યા હતા અને 10,0000 ડોલરથી વધુના બિટકોઇનનું કૌભાંડ કર્યું હતું.
 

જો કે આ મામલે યુ.એસ. માંથી પણ અત્યાર સુધીમાં કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક ફ્લોરિડાનો કિશોર છે જેની ઉંમર 17 વર્ષ છે. 

 

જાણવા મળ્યા અનુસાર આ 17 વર્ષિય કિશોરને હેકિંગનો માસ્ટર માઇન્ડ ગણાવવામાં આવી રહ્યો છે.  આપને જણાવી દઈએ કે 15 જુલાઈના રોજ આ હેકિંગ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જો બિડેન, માઇક બ્લૂમબર્ગ, બિલ ગેટ્સ, એલોન મસ્ક જેવા દેશ અને દુનિયાની અગ્રણી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ્સ પરથી બનાવટી ટ્વીટ્સ કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application