માર્કેટ યાર્ડમાં ૧૫ કર્મચારી કોરોના સંક્રમિત થયા બાદ તત્રં જાગ્યું

  • May 08, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેઈટ પર માસ્કના ચેકિંગ માટે ૧૫ કર્મચારી મુકાયા: પ્લેટફોર્મ ફરતે ફેન્સિંગ મુકાઈ, દુકાનો બહાર સર્કલ દોરાયા

 

 


રાજકોટના બેડી માર્કેટ યાર્ડ સ્થિત અનાજ વિભાગ અને જૂના માર્કેટ યાર્ડ સ્થિત શાકભાજી વિભાગ મળી બન્ને વિભાગોના કુલ ૧૫થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે અને તે પૈકી એક કર્મચારીનું સારવાર દરમિયાન મૃત્યુ થયાનું જાણવા મળે છે. કોરેનાએ કહેર વરસાવ્યા બાદ હવે માર્કેટ યાર્ડનું તત્રં રહી રહીને જાગ્યું છે અને શાકમાજી વિભાગમાં કોરોના ગાઈડલાઈનનું પાલન શરૂ કરાવી જરૂરી નિયંત્રણો મુકવાનું શરૂ કર્યુ છે.

 


વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ શાકભાજી વિભાગમાં હાફ–ડે લોકડાઉન કરાતા હવે સવારે ૬થી બપોરે ૨ સુધી જ કામકાજ થશે. માસ્ક વિના સંપૂર્ણ પ્રવેશબંધી કરાઈ છે અને આ માટે ગેઈટ પર ૧૫ કર્મચારીઓ તૈનાત કરાયા છે. પ્લેટફોર્મ ફરતે લાકડાથી બેરિકેડિંગ કરાયું છે જેથી પ્લેટફોર્મ ફરતે ગમે ત્યાંથી પ્રવેશી ન શકાય અને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર પણ જઈ ન શકાય. તદઉપરાંત કાંટાળા તારની ફેન્સિંગ કરવામાં આવી રહી છે.

 

 

દુકાનો બહાર અને હરાજી સ્થળે સર્કલ દોરાવવામાં આવ્યા છે. ગેઈટ અને ઓફિસમાં સેનિટાઈઝર મુકાયા છે. રાજકોટ શહેરની ૨૦ લાખની વસતીને શાકમાજી પુરૂ પાડતા રાજકોટ માર્કેટ યાર્ડમાં કોરોના ગાઈડલાઈનના પાલનની પુરતી વ્યવસ્થા નહીં કરાય ત્યાં સુધી રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફોલાતું જ રહેશે. યાર્ડમાં પોલીસ તત્રં હરકતમાં આવ્યું છે પરંતુ મહાપાલિકા તત્રં દ્રારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. બીજીબાજુ માર્કેટ યાર્ડનું તત્રં રહી રહીને જાગ્યું છે પરંતુ યાર્ડના તંત્રવાહકો જાગ્યા ત્યાં સુધીમાં અનેક કર્મચારીઓ અનેતેના પરિવારજનો સંક્રમિત થઈ ગયા છે તે વાસ્તવિકતા છે.

 

 


ટેસ્ટિંગ અને વેકિસનેશન કેમ્પ યોજવા પ્રબળ માગણી
રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર દરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં કોરોના એન્ટિજન ટેસ્ટ કેમ્પ તેમજ વેકિસનેશન માટે મહાનગરપાલિકા તત્રં દ્રારા કેમ્પ યોજવામાં આવે તેવી પ્રબળ માગણી ઉઠવા પામી છે. માર્કેટ યાર્ડના કર્મચારીઓ ઉપરાંત અનેક વેપારીઓ અને કમિશન એજન્ટો પણ સંક્રમિત થયા છે.

 


ડિસઈન્ફેકશન માટેની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી
રાજકોટ માર્કેટ યાર્ડમાં સેનિટાઈઝેશન કે ડિસઈન્ફેકશન માટેની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. મહનાગરપાલિકા દ્રારા બુમ સ્પ્રેયરથી જે રીતે રાજકોટના રાજમાર્ગેા ડિસઈન્ફેકટ કરાઈ રહ્યા છે તે રીતે માર્કેટ યાર્ડનું ગ્રાઉન્ડ અને પ્લેટફોર્મ પણ ડિસઈન્ફેકટ કરાય તેવી માગણી યાર્ડના વેપારી વર્તુળોમાંથી ઉઠવા પામી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS