ટેલિવિઝન દર્શકો સીરીયલ્સના નવા એપિસોડ જોવા થઈ જાઓ તૈયાર, આ તારીખથી થશે નવા એપિસોડ શરુ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસને કારણે દેશમાં દરેકના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે, એક વાયરસથી બચવા માટે ઘણા પ્રમાણમાં આર્થિક ગતિવિધિઓ લાંબા સમયથી રોકાઈ ગઈ હતી. ફરીથી દેશમાં અનલોક 1 નો પ્રારંભ થયો અને કેટલા પ્રકારની  જદોહજહેમત કરતા લોકો જોવા મળી રહ્યા છે.

 

હવે આ કડીમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પણ લાંબા સમય બાદ કાર્યરત થવા જઈ રહી છે, અને ટીવી સિરિયલના શૂટિંગનો પણ પ્રારંભ થઇ રહ્યો છે.

 

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે 22 જૂનથી ટીવી સીરીયલના શૂટિંગ શરૂ થઈ જશે, અને જુલાઈથી દર્શકોને પોતાની પસંદગીની સીરીયલના નવા એપિસોડ જોવા મળી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૨ જૂનથી ઝી.ટીવીમાં તમામ સિરિયલનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે.

 

અને આ કડીમાં ગુડ્ડન તુમસે ના હો પાયેગા, કુમકુમ ભાગ્ય, કુંડલી ભાગ્ય, તુજસે હે રાબતા, કુરબાન હુઆ નજર આયેંગે... જેવા શોના નવા એપિસોડ જુલાઈમાં જોવા મળી શકશે. 

 

પરંતુ કોરોનાની વચ્ચે શૂટિંગની પદ્ધતિ બદલાવા જઈ રહી છે, હવે પ્રેમનો ઇઝહાર કરવાની પદ્ધતિ પણ બદલાઈ જશે, વધારે લોકો સાથે શૂટિંગ કરવું પણ શક્ય નહીં બને. અને સરકારે ઘણી બધી ગાઈડલાઈન આપી છે, જે પ્રમાણે દરેક પાત્ર વચ્ચે બે ગજનું અંતર રહેવું જરૂરી છે,

 

હાથ મિલાવવાની મનાઈ હશે, સાથે લંચ કરવાની પણ મનાઈ હશે, લગ્નના સીન પણ જોવા મળશે નહીં. એવામાં હવે શૂટિંગનો અનુભવ અને શોની વાર્તા ઘણી બધી બદલાયેલી જોવા મળી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS