આ ટીવીની અભિનેત્રીઓના લગ્નજીવન રહ્યા અસફળ, પતિ અબ્યુઝીવ હોવા સુધીના થયા ઘટસ્ફોટ

  • March 10, 2021 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી એ તાજેતરમાં જ પોતાની સાથે થયેલી ઘરેલુ હિંસાની વાતને વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તેણે એકલા હાથે આ લડાઈ લડી હતી. ટીવી ઈન્ડસ્ટ્રીમાં માત્ર શ્વેતા તિવારી એક જ નથી જેણે આ સમસ્યા સહન કરી હોય. પરંતુ તેની સાથે અન્ય કેટલીક અભિનેત્રીઓ પણ છે  જેણે સંબંધોમાં સમસ્યા સહન કરી તેમાંથી બહાર આવી અને નવી શરૂઆત કરી છે.

 

 

જોકે શ્વેતા તિવારી તેની પર્સનલ લાઈફને લઈને સૌથી વધુ ચર્ચામાં રહી હતી પહેલા તેના લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા.આ લગ્નથી તેને સંતાનમાં એક દીકરી પણ છે જેનું નામ પલક તિવારી છે. તેનાથી છૂટાછેડા લઇ તેણે વર્ષ 2013માં અભિનવ કોહલીની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પણ 2019માં તૂટી ગયા. શ્વેતાએ અભિનવ પર ઘરેલુ હિંસાના આરોપ પણ લગાવ્યા હતા.

 

 

શ્વેતાની જેમ અભિનેત્રી દીપશિખા નાગપાલ ના લગ્ન પણ 2012માં કેશવ અરોરા સાથે થયા હતા પરંતુ 2016માં તેમની વચ્ચે મારામારી થઈ જેના કારણે દીપશિખા એ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી દીપશિખા તેના પતિ પર ચોરી અને લૂંટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો ત્યારબાદ 2019માં બંનેના છૂટાછેડા થયા.

 

 

અભિનેત્રી ચાહત ખન્ના ના લગ્ન વર્ષ 2006માં થયા હતા પરંતુ તેના લગ્ન પણ એક જ વર્ષમાં તૂટી ગયા ચાહતે તેના પતિ પર આરોપ લગાવ્યો હતો કે તે અબ્યુઝીવ છે સાથે જ તેને એવું કહ્યું હતું કે જ્યારે તે બીમાર થઈ તો તેના સાસરિયા વાળા એ તેને ઘરથી બહાર કાઢી મુકી હતી. ત્યારબાદ ચાહત ખન્નાએ બીજા લગ્ન પણ કર્યા પરંતુ આ લગ્ન પણ ટકી શક્યા નહીં બીજા લગ્નમાં ચાહતે પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેને સેક્સ્યુઅલી હરૈસ કરી હતી.

 

 

અભિનેત્રી રશ્મિ દેસાઈ ના લગ્ન અભિનેતા નંદિશ સંધુ સાથે થયા હતા. બંને વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2016માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા. રશ્મીનું કહેવું હતું કે તેમની વચ્ચે કોઇ તાલમેલ હતો નહીં તેમની વચ્ચે સતત ઝઘડા થતા રહેતા. રશ્મી એવું પણ કહ્યું હતું કે નંદીશ તેને ફિઝિકલી અબ્યુસ કરતો હતો.

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application