અભિનેત્રી હિના ખાન કોરોના પોઝિટિવ, મેસેજ શેર કરી કહ્યું ' પ્રાર્થનાની જરૂર'

  • April 27, 2021 07:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન કે જેના પિતાનું નિધન 6 દિવસ પહેલા જ થયું હતું તેના માટે સમય ખરાબ ચાલી રહ્યો છે. પિતાને ગુમાવનાર હિના ખાન કોરોના સંક્રમિત થઈ છે. આ વાતની જાણ તેણે સોશિયલ મીડિયા પરની પોસ્ટ વડે કરી છે. હિનાએ પોસ્ટ કરી લખ્યું છે કે તે કોરોના સંક્રમિત છે અને તેના સંપર્કમાં આવેલા લોકો કોરોના ટેસ્ટ કરાવે. 

 

 

હિના ખાને લખ્યું છે કે, આ સમય તેના અને તેના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ છે. તે કોરોના પોઝિટિવ છે. હાલ તે ડોક્ટર્સના જણાવ્યાનુસાર સારવાર લઈ રહી છે. તે હોમ ક્વોરનટીન છે. તે જરૂરી તમામ સાવધાની રાખી રહી છે. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં તેના સંપર્કમાં આવ્યા હોય તે પણ ટેસ્ટ કરાવે. અંતમાં તેણે લખ્યું છે કે તેને લોકોની પ્રાર્થનાની જરૂર છે. 

 

 

ઉલ્લેખનીય છે કે 6 દિવસ પહેલા જ હિના ખાનના પિતાનું નિધન હાર્ટ એટેક આવતા થયું હતું. તે સમયે હિના મુંબઈમાં ન હતી. પિતાના નિધનના સમાચાર મળતાં તે તુરંત મુંબઈ પહોંચી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS