રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં ખેતીનો વીજપુરવઠો ચાલુ કરો

  • June 19, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા જાફરાબાદ આખા વિસ્તારમાં વાવાઝોડા બાદ છેલ્લા ઘણા સમયથી ખેતીવાડી વીજ પુરવઠો પૂર્વવત ચાલુ થઈ શકે નથી હાલમાં વાવણી અને ખેતીકામ ની ભરપૂર કામગીરી હોય વીજળી વગર ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહેલ છે અને ખેડૂતોને આગોતરું વાવેતર કરવા પુરવઠાની તાતી જરૂરિયાત હોય આ વિસ્તારના ખેડૂતોને ખેતીવાડી વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે શરૂ થાય તેવું કરવા તેમજ આ કામગીરીમાં ખેડૂતોએ પૂરતો સાથ સહકાર આપવાની ખાત્રી આપી છે ત્યારે વહેલી તકે ખેડૂતોના હિતમાં ચાલુ કરવા ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે આ બાબતે પૂર્વ સાંસદ હીરાભાઈ સોલંકી ઊર્જા મંત્રી સૌરભ પટેલ સમક્ષ પત્ર પાઠવી રજૂઆત કરી હતી અને વહેલી તકે ખેતીવાડી વિભાગ માં વીજપુરવઠો શરૂ થાય તેવી માગણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application