તુલસીના છોડનું ધાર્મિક મહત્વ છે તેની સાથે તેમાં અનેક ઔષધિય ગુણ પણ છે. આ કારણે તેનો ઉપયોગ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યામાં લાભકારી સાબિત થાય છે. કોરોના કાળમાં પણ તુલસીએ લોકોને સ્વાસ્થ્ય લાભ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તુલસીના પાન, બીજ અને તેના રસનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એ વાત તો હવે આપણે જાણી ગયા પરંતુ શું તમે જાણો છો કે તેનો રસ પીવાથી યુરિક એસિડની વધેલી સમસ્યાઓ દૂર કરી શકાય છે ? નથી જાણતા તો આજે જાણી જશો કે યુરિક એસિડની સમસ્યાને દૂર કરવા તુલસીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
1. વધેલા યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે રોજ 6-7 તુલસીના પાંદડા તોડી તેને ધોઈ તેની સાથે 5 કાળા મરીના દાણા અને થોડુ દેશી ઘી મિક્સ કરો અને તેનું સેવન કરો. આમ એક મહિના સુધી સતત કરો. લાભ થશે.
2. તુલસીના 10-10 પાન રોજ લેવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. તેનાથી ડાયાબિટીઝનું જોખમ ઘટે છે.
3. માસિક સ્રાવની અનિયમિતતા દૂર કરવા માટે તુલસીના બીજનું સેવન કરી શકાય છે. તેનાથી ફાયદો થશે અને નબળાઇ પણ દૂર થશે.
4. મગજની કાર્યક્ષમતા વધારવા માટે તુલસીના 4-5 પાન રોજ ખાવા જોઈએ.
5. ટાઇફોઇડને દૂર કરવા માટે તુલસીના 20 પાંદડાઓ અને 10 કાળા મરીના દાણાને પાણીમાં ઉમેરી એક ઉકાળો બનાવો અને તેનું સેવન કરો.
6. તુલસી ત્વચાના રોગોમાં પણ ફાયદાકારક છે. દરરોજ તેના 20 પાનનો રસ પીવાથી ત્વચા રોગ દૂર થાય છે.
7. તુલસીના દાણા પીસીને તેમાં ગોળ મેળવીને ગાયના દૂધ સાથે પીવાથી નપુંસકતાની સમસ્યા દૂર થાય છે.
8. જ્યારે પુરુષોમાં શારીરિક નબળાઇ હોય છે ત્યારે તુલસીના બીજનું સેવન લાભ કરે છે.
9. તુલસીના 10 પાંદડા એક ગ્રામ જીરું સાથે પીસીને મધ સાથે મેળવી લેવાથી અતિસાર મટે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech