2 દિવસ માટે અ'વાદ બની જશે અમેરિકા જેવું, જાણો કેવી છે તૈયારી

  • February 13, 2020 10:55 AM 61 views

અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદની મુલાકાતે આવનાર છે ત્યારે અત્યારથી જ અમદાવાદના રંગરુપ બદલવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અમદાવાદ ખાતે ટ્રમ્પના ભવ્ય સ્વાગતની તૈયારી કરવા અમદાવાદ કોર્પોરેશન, ભારત સરકાર, રાજ્ય સરકાર અને ક્રિકેટ એસોશિએશન થનગની રહ્યા છે. અંદાજે 100 કરોડના ખર્ચે અમદાવાદને બે દિવસ માટે અમેરિકા જેવું બનાવી દેવામાં આવશે. 

 

સુરક્ષા વ્યવસ્થાના ભાગરુપે ગાંધી આશ્રમ ખાતે ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રિવરફ્રંન્ટ ખાતે એક સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની સુરક્ષાની જવાબદારી જે ટીમ પર જે તે ટીમના સભ્યો પણ અમદાવાદ આવશે અને સાબરમતી નદીમાં અંડરવોટર ચેકિંગ કરી ખાસ ડિવાઈસ લગાવશે. આ ટીમ અમદાવાદ આવી તમામ સુરક્ષા વ્યવસ્થાને ચકાસશે. ખાસ વાત એ છે કે આ ટીમ સુરક્ષા વ્યવસ્થાને ચકાશી ઓકે કહેશે પછી જ ટ્રમ્પ અમદાવાદમાં લેન્ડ થશે.