ટ્રમ્પે ભારત પાસે દવા માંગી, ધમકી પણ આપી

  • April 07, 2020 11:29 AM 1040 views


જો ભારત હાઈડ્રોકસીકલોરોકવીનનો જથ્થો ના મોકલે તો વળતી કાર્યવાહી: મોદી સાથે ટેલિફોનિક વાત થઈ છે

કોરોના વાયરસના ફફડાટથી અમેરિકાની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે દવા માગી છે સાથે સાથે દવા નહીં આપે તો ધમકી પણ આપી છે. તેમણે ભારત સામે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યેા છે. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે જો ભારત હાઈડ્રોકસીકલોરોકવીનનો પુરવઠો અમેરિકાને નહીં આપે તો ભારતને જોઈ લઈશું. ટ્રમ્પે વધુમાં ઉમેયુ કે જો ભારત મેલેરિયાની આ દવા પરથી નિકાસ પ્રતિબધં નહીં ઉઠાવે તો અમે વળતી કાર્યવાહી કરીશું. હાઈડ્રોકસીકલોરોકવીનનો ઉપયોગ કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં કરવામાં આવી રહ્યો છે. અગાઉ યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ દવાનું કન્સાઈન્મેન્ટ અમેરિકાને આપવા ટેલિફોનિક વાતચીત કરી હતી.


વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારતે અમેરિકા સાથે ઘણો સારો વ્યવહાર કર્યેા છે અને હત્પં સમજું છું ત્યાં સુધી ભારત આ આવશ્યક દવા ઉપરથી અમેરિકામાં નિકાસ માટે પ્રતિબધં ના ઉઠાવે તેવું કોઈ કારણ નથી. ટ્રમ્પે જણાવ્યું કે મે આવું કયાયં નથી સાંભળ્યું કે આ તેમનો (પીએમ મોદી)નો નિર્ણય હતો. હત્પં જાણું છું કે તેમણે આ દવાને અન્ય દેશોમાં નિકાસ કરવા માટે પ્રતિબધં લગાવ્યો છે. મે તેમની સાથે કાલે વાત કરી હતી અને અમારી વાતચીત સારી રહી છે. ભારતે અમેરિકા સાથે ઘણો સારો વ્યવહાર કર્યેા છે.


ટ્રમ્પે જણાવ્યું હતું કે પીએમ મોદી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અમેરિકાને દવાનો જથ્થો આપવા અંગે વિચાર કરશે. મે તેમને જણાવ્યું હતું કે જો ભારત યુએસને દવાનો જથ્થો પુરો પાડશે તો તેની અમે પ્રશંસા કરીશું. પરંતુ જો ભારત અમેરિકાને દવા આપવાની મંજૂરી નથી આપતું તે ઠીક છે પરંતુ નિશ્ચિતપે જવાબી કાર્યવાહી થઈ શકે છે અને આવું શા માટે ના થવું જોઈએ?
ટ્રમ્પે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સારા વેપારી સંબંધો છે અને સંકેત આપ્યો કે ભારત દવાની નિકાસ પરથી પ્રતિબધં ના ઉઠાવે તો વળતી કાર્યવાહી કરીશું. મેલેરિયાની સારવાર માટે ઉપયોગી હાઈડ્રોકસીકલોરોકવીન દવાનો જથ્થો અમેરિકાએ માંગ્યો હતો. ભારત આ દવાના ઉત્પાદનમાં સૌથી મોખરાનો દેશ છે.


વૈશ્વિક મહામારી બનેલા કોરોના વાયરસમાં પણ સંક્રમિત દર્દીઓ માટે આ દવા અસરકારક પરિણામ આપતી હોવાનું અમેરિકામાં જણાયું છે. જેથી યુએસના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરીને આ દવા પરથી નિકાસ પ્રતિબધં ઉઠાવી અમેરિકાને મદદ કરવા અપીલ કરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application