ફેસબુકની પેરન્ટ કંપની મેટાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. યુરોપિયન યુનિયન (EU)માં કંપની વિરુદ્ધ 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. કંપની પર AI મોડલ્સને તાલીમ આપવા માટે યુઝર્સના અંગત ડેટાનો ઉપયોગ કરવાનો આરોપ છે. કંપની દ્વારા યુઝર્સના અંગત ડેટાનો ઉપયોગ EUના ગોપનીયતા નિયમોની વિરુદ્ધ છે, જેના સંદર્ભમાં માર્ક ઝકરબર્ગની સોશિયલ મીડિયા કંપની સામે આ 11 ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
એડવોકેસી ગ્રુપ NOYB (નોન ઓફ યોર બિઝનેસ) એ મેટા વિરુદ્ધ ફરિયાદ કરી અને કહ્યું કે લોકોની ગોપનીયતાનો દુરુપયોગ કરવા બદલ કંપની વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કંપની તેના AI મોડલને તાલીમ આપવા માટે લોકોના અંગત ડેટાનો ઉપયોગ કરી રહી છે. NOYBએ કહ્યું કે, આ ડેટાનો ઉપયોગ કરવો મોટો ખતરો બની શકે છે.
મેટાએ તેની પ્રાઈવસી પોલિસીમાં પણ ઘણા ફેરફારો કર્યા છે, જે 26 જૂનથી લાગુ થશે. મેટા વિરુદ્ધ આ ફરિયાદો ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઈટાલી, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ અને સ્પેનમાં કરવામાં આવી છે. NOYB એ Meta અને અન્ય મોટી ટેક કંપનીઓ સામે ઘણી ફરિયાદો નોંધાવી છે. આ કંપનીઓ યુરોપિયન યુનિયનના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDRU)નું પાલન કરતી નથી. નિયમો અનુસાર, કંપનીને તેના વૈશ્વિક ટર્નઓવરના 4 ટકા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech