રાજકોટમાં નજીવી બાબતે હથિયારધારી ટોળાનો માસિયાઈ ભાઈ પર ખૂની હુમલો

  • September 11, 2021 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાર અને ટ્રક સામસામે આવી જવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ સમાધાન થયું: થોડીવારમાં માધાપર ચોકડી પાસે બેઠેલા માસિયાઈ ભાઈ ૧૪ જેટલા શખસો હથિયાર વડે તૂટી પડા,રિવોલ્વર તાકી ધમકી પણ આપી: હુમલાખોરને ઝડપી લેવા શોધખોળ

 


એક તરફ પોલીસ દ્રારા શહેરમાં ક્રાઇમ રેટ ઘટયો હોવાના વખતોવખત દાવા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરાજાહેર અપહરણ, હત્યા અને મારામારીના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરમાં ગઈકાલ સમીસાંજના વધુ એક આવી ઘટના બની હતી. વાહન સામે આવી જવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ માધાપર ચોકડી પાસે ૧૪ જેટલા શખસોના ટોળાએ હથિયારો સાથે ધસી જઇ જામનગર રોડ પર રહેતા યુવાન અને તેના માસિયાઈ ભાઈ પર લાકડી પાઈપ વડે જીવલેણ હત્પમલો કરી રિવોલ્વર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ અને આમ્ર્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને હત્પમલાખોરોને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શ કર્યેા છે.

 


ખૂની હત્પમલાના આ બનાવ અંગે ભાવિકસિંહ મહેશભાઈ ડોડીયા (ઉ,વ,૩૧ રહે, વિનાયક વાટીકા,  જામનગરોડ)દ્રારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધવવમાં આવેલી ફરિયાદમાં સંજય વિરડા,સંજયના બે ભાઈ,નિલેશ આહીર,લાલો મિયાત્રા સહિત ૧૪ શખસોએ હથિયાર વડે ખૂની હુમલો કર્યાનું જણાવ્યું છે.જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે આમ્ર્સ એકટ, હત્યાનો પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
 


બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ભાવિકસિંહ તેની સાથે રહેતા માસિયાઈ ભાઇ ભગીરથ દૌલતભાઈ ડોડીયા (ઉ.વ.૩૦) સાથે કાર લઈને કામ સબબ જઈ રહ્યા હતા ત્યારે સમી સાંજના માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ પુલ પહેલા આવેલા માધાપર ગામ જવાના રસ્તે ગોલ્ડન પોટીગો સોસાયટી પાસે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે સંજય વિરડાનો ટ્રક ઘસી આવ્યો હતો. બંને વાહનો સામસામે આવી જવા બાબતે ભાવિકસિંહે ટ્રકચાલકને સમજાવવાનો પ્રયાસ કર્યેા હતો.જો કે આરોપી તેનો પરિચીત નિકળતા બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

 


બાદમાં ભાવિકસિંહ અને તેનો માસીયાઈ ભાઈ ભગીરથ બંને માધાપર ગામ મેઈન રોડ પર આવેલી ઇશ્વરીયા પાનની દૂકાને બેઠા હતા ત્યારે ઘસી સંજય વિરડા, લાલો મિયાત્રા સહિતના ૧૪ જેટલા શખસો ટોળાપે ધસી આવ્યા હતા. અને લાકડી પાઈપ વડે બંને પર હત્પમલો કર્યેા હતો.જેમાં ફરિયાદી યુવાનને લાકડી માર માર્યેા હતો યારે તેના માસીયાઈ ભાઈ ભગીરથને માથામાં પાઇપના ઘા ફટકારી જીવલેણ હત્પમલો કર્યેા હતો. બઘડાટી દરમિયાન આરોપી લાલાએ રિવોલ્વર જેવું હથિયાર તાકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તથા તેમની સાથેના અન્ય શખસોએ ગાળાગાળી કરી બંનેને ઢીકાપાટુનો મારમાર્યેા હતો. બાદમાં અહીં લોકો એકત્ર થતાં આ શખસો નાસી છૂટયા હતા.

 


હત્પમલામાં ઘવાયેલા માસીયાઈ ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ અકવાલીયા અને રાઈટર મહેશ કછોટે અહીં પહોંચી જઈ જરી કાર્યવાહી કરી હતી.આ અંગે પી.આઈ કે.એ.વાળાની રાહબરીમાં પોલીસ સ્ટાફ દ્રારા સરાજાહેર હત્પમલો કરી રિવોલ્વર તાકી જાનની ધમકી આપનારા શખસોને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શ કર્યેા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS