ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને બોસ્ટનથી મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

  • July 12, 2023 12:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ઉત્તર ભારતના અનેક રાજ્યો અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે. અચાનક આવેલા વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. એ વિસતારની નદીઓ પુરના કારણે ગાંડીતુર બની છે. ઉત્તર પ્રદેશ,હિમાચલ પ્રદેશ, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 68 લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકોને જાનમાલની ભારે નુકસાની પણ થઈ છે. 


મોરારીબાપુ ની રામકથા અત્યારે અમેરિકાના બોસ્ટન ખાતે ચાલી રહી છે. ભારતથી પ્રાપ્ત થયેલા અતિવૃષ્ટિનાં અહેવાલો વ્યથિત કરે તેવા છે. અસરગ્રસ્ત વિસ્તારોના વિવિધ શહેરોમાં અને દુર - સુદુરના પ્રદેશોમાં પાણીનાં ધસમસતા પ્રવાહમાં મકાનો અને માલ-સામાનને જે પ્રમાણે નુકસાન થયું છે તે દુઃખદ છે. બાપુએ બોસ્ટનની કથાની પ્રસાદી રૂપે ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં સંવેદનારુપે રુપિયા ૨૫ લાખની સહાય અર્પણ કરી છે. 


ઉત્તર ભારતના અસરગ્રસ્ત રાજયોમાં રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સરકારી એજન્સીઓને સાથે રાખી તેમની પાસેથી સંપૂર્ણ વિગત પ્રાપ્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારજનો વચ્ચે આ 25 લાખ રૂપિયાની રકમ બોસ્ટનની વ્યાસપીઠ તરફથી અર્પણ કરવામાં આવશે.  ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા તુલસીદલ સ્વરૂપે એક લાખ રૂપિયા આ કુલ રાશિમાં અર્પણ કરવામાં આવ્યા છે. 


આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે બાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.તેમ બોસ્ટન થી જયદેવ માંકડે જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application