નારીની સુંદરતા સાડીમાં....નારીની પસંદ બાંધણીની સાડી, જાણો ક્યારે થઈ શરૂઆત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

નારીની સુંદરતા સાડીમાં હોય છે, અને સાડીની પણ એક અલગ દુનિયા હોય છે. જેમાં ઘણી બધી પ્રિન્ટ, કપડાની વેરાયટી વિવિધ પ્રકારના વર્ક થી તેની સુંદરતામાં વધારો થાય છે. સાડીઓની એક વેરાઇટી ગુજરાતથી લઈને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના વિસ્તારોમાં પસંદ કરવામાં આવે છે, તે છે બાંધણી. બાંધણી પ્રીત ની સાડીઓ થી લઇ ઓઢણી અને ચણીયા ચોળી સુધીની ડિમાન્ડ મહિલાઓમાં સારી એવી હોય છે. એટલે સુધી કે ડિઝાઇનર પણ આ વાતને પોતાના કલેક્શનમાં સમાવેશ કરે છે ચાલો જાણીએ કે બાંધણીની પ્રિન્ટનો ઇતિહાસ શું છે.

 

બાંધણી શબ્દનો અર્થ થાય છે બાંધવું, તેને બંધન શબ્દ પરથી લેવામાં આવ્યો છે. આ ખાસ પ્રિન્ટનો પ્રારંભ ગુજરાત રાજ્યની ખત્રી જ્ઞાતિ દ્વારા કરવામાં આવ્યો હતો. બાંધણી બનાવવા માટે કપડાં પર નાના-નાના ગોળા બનાવી અલગ ડિઝાઇનમાં તેને બાંધી દેવામાં આવે છે, અને પછી ઘણા બધા રંગોથી તેને નવી ડિઝાઈન આપવામાં આવે છે.

 

આ ખાસ પ્રિન્ટને સુતરાઉ, જ્યોર્જટ, શીફોન વગેરે કપડા પર કરવામાં આવે છે, બાંધણી પ્રિન્ટની ખાસ બાબત એ છે કે ખૂબ જ જૂના સમયથી પ્રચલિત છે, અને તેનું પ્રમાણ સિંધુ ઘાટીની સભ્યતાની સમયમાં પણ મળી આવે છે.

 

બાંધણીને ખૂબ જ મહેનત કરી અને બહુ બધા લોકો મળીને તૈયાર કરે છે. જો કારીગરોની સંખ્યા ઓછી હોય તો તેને બનાવવામાં 1વર્ષ સુધીનો સમય પણ લાગી શકે છે.

 

ઘણી બધી ડિઝાઇનર બાંધણી પ્રિન્ટ દુલ્હનના પહેરવેશ માટે ખાસ તૈયાર કરવામાં આવે છે, અને આજકાલતો ફેશનેબલ દુલ્હન તેને ખૂબ જ પસંદ કરી રહી છે. ઇશા અંબાણી એ પોતાની માતા નીતા અંબાણીની બાંધણી પ્રિન્ટની ચુંદડીને પોતાના લગ્નમાં બ્રાન્ડ ન્યુ ચણીયા ચોળી સાથે ખૂબ જ સ્ટાઇલિશ રીતે ધારણ કરી હતી. જેના દ્વારા એ ખ્યાલ આવે છે કે બાંધણીની પ્રિન્ટ જુની થી લઇ નવી દરેક પેઢીના લોકો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS