લગ્નની સિઝનમાં છવાયો ફલોરલ જ્વેલરીનો ટ્રેંડ

  • February 27, 2020 05:41 PM 2253 views

લગ્નમાં ફલોરલ જવેલરી પહેરવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. તે સુંદરતા વધારવા સાથે અલગ લુક પણ આપે છે. વિવિધ પ્રકારના ફૂલોથી બનતી ફલોરલ જવેલરીમાં સેટ, માંગટીકો, બ્રેસલેટ, આકર્ષક લૂક આપે છે. ઘણા લોકોને લાગે છે કે ફૂલોથી બનેલા ઘરેણાં લાંબા સમય સુધી ટકી શકતા નથી. પરંતુ તે એવું નથી, તમે તેને ત્રણ દિવસ માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.  ફલોરલ જ્વેલરી બનાવવામાં વધારે સમય લાગતો નથી તે એક જ દિવસમાં તૈયાર થઇ જાય છે. જાસ્મિન, કંદ, ગુલાબ, જેવા ફૂલોનો ઉપયોગ આ દાગીના બનાવવા માટે સૌથી વધુ થાય છે. મોટાભાગે નાના ફૂલોનો ઉપયોગ  થાય છે કારણ કે આ ફૂલો દ્વારા જ્વેલરી સરળતાથી બનાવી શકાય છે. આ દાગીના પીઠી, મહેંદી અને કોકટેલ જેવા ફંકશનમાં પહેરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application